Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ઓટીટીએ મહત્વનો ભાગ ભજવ્યો છેઃ વિક્રાંત મેસ્સી

અભિનેતા વિક્રાન્ત મેસીએ ટીવી પરદે ઉપરાંત ફિલ્મો પછી હવે ડિજીટલ માધ્યમ પર પણ કાઠુ કાઢ્યું છે. તે એવું પણ કહી રહ્યો છે કે ઓટીટી પ્લેટફોર્મને કારણે સ્ટાર કલ્ચર હવે ગાયબ થવા માડ્યું છે. વિક્રાંતની ફિલ્મ હસીન દિલરૂબા તાજેતરમાં ઓટીટી પર આવી છે અને દર્શકોને ખુબ ગમી છે. સાથે તાપસીનું કામ પણ જોરદાર રહ્યું છે. વિક્રાંત કહે છે ઓટીટીને કારણે જ સ્ટાર કલ્ચર ગાયબ થઇ રહ્યું છે એવું ન કહી શકાય. પણ એક વાત ચોક્કસ છે કે એણે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. બે દસકા પહેલા લોકો જે રીતે સ્ટારને પૂજતા હતા એ રીતે આજની જનરેશન એવું નથી કરતી. સિનેમા કલ્ચર હિટ છે, પરંતુ આજે લોકો ઘણા વ્યસ્ત છે. આજની જનરેશન પાસે ડિજિટલાઇઝેશન અને ટેકનોલૉજી છે. ડિજિટલાઇઝેશનને કારણે દુનિયા એકદમ નાની થઇ ગઇ છે.

(10:21 am IST)