Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

હીનાની તસ્વીર જોઇ રશ્મિએ લખ્યું હીના જાન!

ટીવી પરદાની અભિનેત્રી હીના ખાન હવે ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ નામના મેળવી ચુકી છે. તેના એક પછી એક નવા પ્રોજેકટ સતત તેના ચાહકો માટે આવતા રહે છે. સોશિયલ મિડીયા પર સક્રિય રહેવાની તેની આવડત પણ તેને ચાહકો સાથે સતત સંપર્કમાં રાખે છે. સમયાંતરે તે અવનવી ગ્લેમરસ બોલ્ડ એન્ડ બ્યુટીફુલ તસ્વીરો પોતાના સોશિયલ મિડીયા પર પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં કાળા રંગના આઉટફીટ સાથેની તેની તસ્વીરોને પોસ્ટ થતાંની સાથે જ અનેક લાઇકસ અને કોમેન્ટસ મળી ચુકી હતી. રશ્મિ દેસાઇ, મોનાલિસા સહિતની અભિનેત્રીઓ પણ હીનાના વખાણ કરતાં અટકી નહોતી. હીનાનો આ ગ્લેમરસ બોલ્ડ અવતાર ખુબ પસંદ કરવામાં આવ્યો હતો. હીના ખાનની આ તસ્વીર પર રશ્મિ દેસાઇએ કોમેન્ટ કરતાં હીના જાન! લખ્યું હતું. તેમજ સાથે દિલ તથા ફાયરની ઇમોજી આપી હતી.  યે રિશ્તા કયા કહેલાતા હૈ શોમાં અક્ષરાનો રોલ ભજવી ઘરેઘરમાં જાણીતી હીના છેલ્લે હેકડ નામની સિરીઝમાં જોવા મળી હતી. આવા જ બીજા નવા પ્રોજેકટ હાથ પર છે જે રિલીઝ થવાની તે રાહમાં છે.  

(10:15 am IST)