Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

મલ્ટિસ્ટારર ડ્રામા ફિલ્મ સત્તે પે સત્તાની રીમેકમાં જોવા મળી શકે છે ઋત્વિક-કેટરીનાની જોડી

મુંબઈ:થોડા ઘણાં સમયથી અમિતાભ બચ્ચન અને હેમા માલિની અભિનીત ક્લાસિક મલ્ટિસ્ટારર ડ્રામા ફિલ્મ સત્તે પે સત્તાની રિમેકની વાત ચાલી રહી છે. ફિલ્મની રિમેકનું કામ ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ ફરાહ ખાનને સોંપ્યું છે. ફરાહે ફિલ્મની રિમેક માટે રિતિક રોશન અને કેટરિના કૈફની જોડીને પસંદ કરી છે. ફિલ્મ બેંગ બેંગ બાદ કેટરિના કૈફ ફરી એકવાર રિતિક રોશન સાથે સિલ્વર સ્ક્રીન શેયર કરતી જોવા મળશે. હાલ રિતિક રોશન ફિલ્મ સુપર ૩૦ની સુપર સકસેસને માણી રહ્યો છે. ફિલ્મમાં રિતિકે આનંદ કુમાર નામના ઉત્તરપ્રદેશના ગણિતજ્ઞાની ભૂમિકાને ન્યાય આપ્યો છે.

(5:20 pm IST)