Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

'આશિકી'થી રાતોરાત ફેમસ થનાર રાહુલ રોય આ ફિલ્મથી કરશે કમબેક

મુંબઈ: જાણીતા અભિનેતા રાહુલ રોય બોલીવુડમાં કમબેક કરવા જઈ રહ્યો છે રાહુલ વર્ષ 1990માં પ્રદર્શિત થયેલ ફિલ્મ આશીકીથી બોલીવુડમાં ડેબ્યુ કરાવ્યું હતું. ફિલ્મમાં કામ કરીને રાહુલ રાતોરાત સ્ટાર બની ગયો હતી. ફિલ્મ આશિકી પછી રાહુલ રોયને ઘણી ફિલ્મોમાં કામ મળ્યું પણ તે પછીની ફિલ્મો ખાસ સફળ થઇ ના શકી.રાહુલ ફરી એકવાર બોલીવુડમાં અભિનયની છાપ મુકવા માટે આવી રહ્યો છે તે નિર્દેશક કનુ ભલની ફિલ્મ આગ્રાથી કમબેક કરશે તેની શૂટિંગ થોડા સમય પહેલા શરૂ થઇ ચુકી છે. ફિલ્મની શૂટિંગ આગરા તથા તેની આજુબાજુના વિસ્તારોમાં થવાની છે ફિલ્મ 2020માં રિલીઝ થશે. હવે જોવાણુંએ છે કે રાહુલ કમબેક ફિલ્મમાં કેવી ખ્યાતિ મેળવી છે.

(5:17 pm IST)