Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

૧૫ ઓગષ્ટે અક્ષય અને જોન વચ્ચે ટક્કર : પ્રભાસની ફિલ્મ 'સાહો'નું રિલીઝ અટવાયુ!!

૧૫૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ હવે ૩૦ ઓગષ્ટના રિલીઝ થશે

નવીદિલ્હી,તા.૨૨ : આ વર્ષે ૧૫ ઓગસ્ટ પર બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલ', જોન અબ્રાહમની ફિલ્મ 'બાટલા હાઉસ' અને 'બાહુબલી' પ્રભાસની ફિલ્મ 'સાહો'ની ટકરાવવાના સમાચાર સામે આવ્યા હતા. આ સમાચાર બાદ લોકો અસમંજસમાં પડી ગયા હતા કે તે આ ત્રણેય ફિલ્મોમાંથી કઇ ફિલ્મને જોવા જઇશું, કારણ કે ત્રણેય ફિલ્મો દમદાર છે, પરંતુ હવે જે સમાચાર સામે આવ્યા છે, તેનાથી દર્શકોને મોટા રાહત મળવાની છે. જી હાં, આ ફિલ્મ સમીક્ષક તરૂણ આદર્શએ એક ટ્વિટ દ્વારા જણાવ્યું કે હવે પ્રભાસની ફિલ્મ 'સાહો' ૧૫ ઓગસ્ટના રોજ રિલીઝ થશે નહી.

હવે આ ફિલ્મ ૩૦ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. એટલે કે એક વાત સ્પષ્ટ છે કે ૧૫ ઓગસ્ટના રોજ હવે ફક્ત અક્ષય કુમાર અને જોન અબ્રાહમની ફિલ્મો જ બોક્સ ઓફિસ પર ટકરાવવાની છે.

પ્રભાસની 'સાહો'ને ત્રણ ભાષામાં હિંદી, તમિળ અને તેલુગૂમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું નિર્માણ વમ્સી અને પ્રમોદ દ્વારા કરવામાં આવી છે, જ્યારે તેનું નિર્દેશન સુજીતે કર્યું છે. લગભગ ૧૫૦ કરોડ રૂપિયામાં બનીને તૈયાર થયેલી આ ફિલ્મમાં ઘણા સારા એક્શન સીન્સ જોવા મળશે.

(1:25 pm IST)