Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

એવેન્જર્સની કમાણી રૂ.૧૯૨૧૦ કરોડ

અત્યાર સુધી 'અવતાર' ફિલ્મના નામે રેકોર્ડ હતો

મુંબઇ, તા.૨૨: ધમાકેદાર હિટ 'અવતાર'ને પાછળ રાખીને ફિલ્મ 'એવેન્જર્સઃ એન્ડગેમ'દુનિયાની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. જેમ્સ કેમેરુનની ફિલ્મ 'અવતાર' દસ વર્ષથી બોકસ ઓફિસ પર એકચક્રી શાસન ભોગવતી હતી. હવે તેના આ સામ્રાજયને 'એવેન્જર્સઃ એન્ડગેમ'એ તોડયું છે.

ડીઝની અને માર્વેલની આ બ્લોક બસ્ટર ફિલ્મ બોકસ ઓફિસ પર દુનિયાની સૌથી મોટી હિટ ફિલ્મ બની છે. શનિવારે આ ફિલ્મે ગ્લોબલ બોકસ ઓફિસ પર ૨.૭૮૯૨ બિલિયન યુએસ ડોલર એટલે કે ૧૯૨૧૦ કરોડ રુપિયાની કમાણી કરી હતી.

જો વાત કરવામાં આવે 'અવતાર'ની કમાણીની તો 'અવતાર' ફિલ્મે ૨.૭૮૯૭ બિલિયન યુએસ ડોલરની કમાણી કરી હતી. 'એવેન્જર્સઃ એન્ડ ગેમ' અવતારથી થોડી જ પાછળ હતી. પરંતુ હવેના લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર 'એવેન્જર્સઃએન્ડ ગેમ' 'અવતાર'ની કમાણીની આગળ નીકળી ચૂકી છે.

આ ફિલ્મની ઐતિહાસિક કમાણી સુધી પહોંચાડવા માટે ડિઝનીના કો-ચેરમેન અને ચીફ ક્રિએટીવ ઓફિસરે એક સ્ટેટમેન્ટમાં સમગ્ર ટીમ અને આખી દુનિયાના ફેન્સનો આભાર માન્યો છે. નોંધનીય છે કે જયારથી એવેન્જર્સનો પહેલો ભાગ આવ્યો હતો ત્યારથી જ ફેન્સ બીજા ભાગની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. આ ફિલ્મ રીલિઝ થતાંની સાથે જ ભારતીય બોકસઓફિસ પર પણ છવાઈ ગઈ હતી. આ ઉપરાંત વિદેશમાં પણ આ ફિલ્મને સારો એવો પ્રતિભાવ મળ્યો હતો. તાજેતરમાં જ ફિલ્મને છ મિનિટના વિઝયુઅલ સાથે ફરી રી-રીલિઝ કરવામાં આવી હતી. જેથી તેને અવતારનો રેકોર્ડ તોડવામાં મદદ મળી છે.(૨૩.૬)

(10:27 am IST)