Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ત્યારથી એ વિચાર પડતો મુકી દીધો હતોઃ શરદ

અભિનેતા શરદ કેલકરે ટીવી શો અને ફિલ્મોમાં ખુબ જ નોંધપાત્ર અભિનય કરીને નામના મેળવી લીધી છે. ટીવી-શો 'સાત ફેરે'એ તેને ઘર-ઘરમાં ઓળખ આપી હતી. છેલ્લે તે અજય દેવગણ સાથેની ફિલ્મો તાન્હાજી અને અક્ષય કુમાર સાથેની ફિલ્મ લક્ષ્મીમાં પણ પોતાના અભિનયથી બધાને ચોંકાવી ગયો હતો. લક્ષ્મીના તેના પાત્રના તો ભરપુર વખાણ થયા હતાં. શરદ કહે છે 'હું મારી જાતને સ્ટાર નથી ગણતો, કારણ કે હું એ નથી. હું એક ઍકટર છું. મારા માટે આટલું પુરતું છે. હું જ્યારે ટીવીમાં કામ કરતો હતો ત્યારે જ એટલે કે ચોૈદ વર્ષ પહેલા સ્ટાર શબ્દને  પાછળ છોડી આવ્યો છું. હું ત્યારે નંબર વન શોમાં કામ કરી રહ્યો હતો. એક અવૉર્ડ શો હતો જેમાં મને નૉમિનેટ કરવામાં નહોતો આવ્યો. હું નંબર વન શોનો લીડ ઍકટર હતો એથી હું થોડો અપસેટ હતો. પણ પછી મને સમજાયું હતું કે દરેકને સ્ટાર બનવું છે. આવા  ઘણા સ્ટાર છે અને લિસ્ટ લાંબું છે અને એમની વચ્ચે નાનકડું પાત્ર બનીને રહી જવા કરતાં એકટર બનીને ઓળખ ઉભી કરવી મને વધુ યોગ્ય લાગી હતી. ત્યારથી મેં સ્ટારડમનો વિચાર પડતો મુકી દીધો હતો અને હું બેસ્ટ એકટર બન્યો.

(10:14 am IST)