Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

બિગ બોસ-13માં સલમાન ખાને વસૂલી સૌથી વધુ ફીસ

મુંબઈ: હાલમાં બિગ બોસને લઈને લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. 13મી સિઝનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્યારેક કોણ ભાગ લેશે એ વાત બહાર આવે તો ક્યારેક હોસ્ટ બદલવાનો છે એ વાત બહાર ઉડતી જોવા મળે છે. તો હાલમાં બિગ બોસનાં હોસ્ટ સલમાન ખાનને લઈને ફીના સમાચાર સામે આવી રહ્યાં છે.મળતા મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વખતે સલમાન ખાને પોતાની ફીમાં 100 કરોડનો વધારો કર્યો છે. જો કે આ ફી વિશે હજુ કોઈ સતાવાર જાહેરાત કરવામા આવી નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 વર્ષોથી રિયાલીટી શો બિગ બોસ સલમાન ખાન જ હોસ્ટ કરી રહ્યો છે. 13મી સિઝનમાં પણ સલમાન ખાન જ જોવા મળશે. મળેલી માહિતી પ્રમાણે આ વખતે સલમાન પુરેપુરી 400 કરોડ રૂપિયા ફી લેવાનાં છે. આ શો 13 અઠવાડિયા સુધી ચાલવાનો છે. તો વળી સલમાન માત્ર શનિવારે અને રવિવારે જ શોમાં આવશે. એટલે કે માત્ર વિક એન્ડ પર આવવાની જ સલમાન આટલી મસમોટી રકમ લઈ લેશે.હિસાબ કરીને જો વાત કરીએ તો સલમાન 26 એપિસોડમાં દેખાશે અને આટલા એપિસોડનાં સલમાન ખાન 400 કરોડ રૂપિયા ચાર્જ કરશે. મળતી માહિતી પ્રમાણે આટલી બધી ફી વધારવા પાછળનું કારણ છે કે સલમાન હવે ટીવીમાં પગ પેસારો કરવા માંગે છે. તેણે પહેલાથી જ કપિલ શર્મા શોમા પણ પૈસા લગાવ્યાં જ છે.

(5:18 pm IST)