Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ફિલ્મ આર્ટિકલ ૧૫ના દિગ્દર્શક અનુભવ સિંહાને ધમકીઓ મળી

મુંબઈ: આયુષ્માન ખુરાણા અભિનીત ફિલ્મ આર્ટિકલ ૧૫ના દિગ્દર્શક અનુભવ સિંહાને ધમકીઓ મળી રહી હોવાના અહેવાલ છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૪માં બદાયૂ રેપ કેસ જેવી ઘટનાથી પ્રભાવિત હોવાનું મનાય છે. ફિલ્મ બ્રાહ્મણ વિરોધી અને જાણીજોઇને બ્રાહ્મણોની છબિને નુકસાન પહોંચે એવી બનાવવામાં આવી છે. થિયેટરોના માલિકો તેમ જ ડાયરેકટરને ધમકીભર્યા ફોન અને ઇમેલ્સ આવી રહ્યા છે. બ્રાહ્મણ સમાજ અને કરણી સેના આ ફિલ્મનો ઘોર વિરોધ કરશે એમ ધમકીભર્યા પત્રોમાં જણાવાયુ છે. ફિલ્મ આર્ટિકલ ૧૫ ભારતભરમાં ૨૮ જૂને રિલીઝ થવાની છે.

(5:17 pm IST)