Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

સંજુ બાબાનો આ જબરો ફેન પોતાની ઓટો રિક્ષામાં આપે છે Wi-Fi, ફોન, ગરમ ચા સહિતની સુવિધાઓ

જેલમાંથી બહાર નીકળવાની કામના માટે સાડાત્રણ વર્ષ ઉઘાડા પગે રહયો :સંજયદતે આ ફેનને મળવા ઘરે બોલાવ્યો

 

મુંબઈ ;ફિલ્મી હીરોની દીવાનગીના કિસ્સા અનેકવાર લોકોએ જોયા કે સાંભળ્યા હશે ત્યારે મુંબઈના રસ્તાઓ પર સંદીપ બચ્ચાની ઓટો રિક્ષાએ ખાસ આકર્ષણ જમાવ્યું છે દરેક પ્રકારની સજાવટ અને ઘણી નાની-મોટી સુવિધાઓથી સુસજ્જ ઓટો રિક્ષા સંદીપ માટે માત્ર ભરણપોષણનું સાધન નથી, પરંતુ તેનો ગર્વ છે.

  રાજકુમાર હિરાનીની ફિલ્મસંજૂની રિલીઝના અવસરે સંદીપ અને તેની હટકેઅંદાજવાળી ઓટો બાંદ્રાના ગેટી ગેલેક્સી સામે પાર્ક રહેશે, જ્યાં તે સંજય દત્તની બાયોપિકનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે ઉપસ્થિત રહેશે. તેણે જણાવ્યું કે, તે ત્યાં બધાને ઓળખે છે અને તેને સ્પેશિયલ પાર્કિંગ મળશે. સંજય દત્તને તે પ્રેમથીબાબાકહીને બોલાવે છે.

   વર્ષ 2016માં સંજય દત્ત સંદિપ વિશે જાણીને ખૂબ પ્રભાવિત થયો જ્યારે તેને જાણ થઈ કે તે (સંદિપ) તેના જેલમાંથી બહાર નીકળવાની કામના કરતા સાડા ત્રણ વર્ષ સુધી ઉઘાડા પગે રહ્યો. પુણેની યેરવડા જેલથી બહાર નીકળ્યા બાદ સંજય દત્તે પોતાના ફેનને મળવા માટે પોતાના ઘરે બોલાવ્યો હતો.

  સંદિપે કહ્યું કે, હું એટલો બધો ઉત્સાહિત હતો કે આખી રાત ઊંઘી શક્યો. જ્યારે હું તેમના જેલથી બહાર નીકળ્યા બાદ ઘરે મળવા પહોંચ્યો તો તેમણે મને મારા પરિવાર વિશે પૂછ્યું. તેમણે કહ્યું, તું તારા પરિવારને સમય કેમ નથી આપતો? બધુ કરવાની તારે જરૂર નથી. પણ મેં તેમને કહ્યું, હું તમારો ફેન છું અને બધું મેં તેમના જેલથી બહાર નીકળવા માટે કર્યું છે.

  સંજય દત્ત તેની ઓટો અને અન્ય માટે જે મદદ કરે છે, તે જોઈને હેરાન રહી ગયો. સંદીપ કેન્સર ગ્રસ્ત દર્દીઓ માટે કામ કરે છે અને દર રવિવારે તેમના સગા-સંબંધીઓને ખાવા-પીવાનો સામાન અથવા કંઈ નાની-મોટી વસ્તુઓ આપીને મદદ કરે છે. ઉપરાંત તે કપડાં, વાસણ, ગ્રોસરી વગેરે જેવી વસ્તુઓ એકઠી કરીને જરૂરીયાત મંદોને પહોંચાડે છે. સંદીપના કામથી સંજય દત્ત પણ પ્રભાવિત થયો અને કાર્યને ચાલું રાખવા પ્રોત્સાહિત કર્યો.

સંદીપની પર્સનાલિટીનો અંદાજ તેની ઓટો રિક્ષામાં જોઈ શકાય છે. રિક્ષા એક કોમ્પેક્ટ વેન જેવી દેખાય છે અને તેમાં દરેક પ્રકારની સુવિધાઓ મળશે. વાઈ-ફાઈથી લઈને ટેલિફોન, ગરમ ચા, ન્યૂઝપેપર સુધી બધી વસ્તુ ઓટોમાં મળશે. સંદીપ ઈચ્છે છે કે તેના ગ્રાહકોને ઓટોમાં સવારીનો આનંદ મળે. ફીમેલ યાત્રીઓ માટે રિક્ષામાં બેસિક કોસ્મેટિક્સ અને દર્પણ વગેરે હોય છે

   બીજાની ભલાઈનું કામ કરવા હંમેશા તત્પર રહેતા સંદીપ જરૂરિયાત મંદ અને સીનિયર સીટીઝનને ફ્રીમાં મુસાફરી કરાવે છે. વૃદ્ધો પાસેથી તે કોઈપણ સ્થિતિમાં 10 રૂપિયા ચાર્જ વસૂલે છે, જેનો રેગ્યુલર ચાર્જ 18 રૂપિયા થાય છે. સંદીપનું સપનું છે કે મુંબઈમાં પ્રકારની ઓટોરિક્ષાની એક ચેઈન હોય.

(11:16 pm IST)
  • બોટાદ પંથકમાં વરસાદ ; પાળીયાદ,તરઘડા લાઠીદડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ;મોડીસાંજે હવામાનમાં પલટો ;ધરતીપુત્રોમાં હરખની હેલી :ગરમીમાં રાહતથી લોકોમાં ખુશીનો માહોલ access_time 1:10 am IST

  • નિંગાળા પાસે પુલ પરથી ટ્રક પડતા છ લોકોના કમકમાટીભર્યા મોત :ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત :ગામલોકો બચાવકાર્યમાં જોડાયા access_time 1:32 am IST

  • રેસ-૩ની ૧ સપ્તાહની કમાણી ૧૫૦ કરોડની નજીકઃ ૬ દિવસમાં ૧૩૮ કરોડની કરી કમાણીઃ હવે કમાણીની રેસ પર બ્રેક લાગે તેવી વકી access_time 3:34 pm IST