Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ટીવી સીરીયલ દેવો કે દેવ મહાદેવના અભિનેતા મોહિત રૈના ફિલ્મ ઉરીથી કરશે બોલિવુડમાં ડેબ્યુ!

મુંબઈ : માયથોલોજીકલ ટીવી શો દેવો કે દેવ મહાદેવથી પોતાની ઓળખ બનાવી ચૂકેલ મોહિત રૈના ફિલ્મ ઉરીથી પોતાનો બૉલીવુડ ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં મોહિત ઇન્ડિયન આર્મી ઓફિસરનું પાત્ર ભજવશે. સંયોગથી મોહિતે પોતાના ટીવી શો 'સરફરોજ' સર્ગઢી ૧૮૯૭'નું શૂટિંગ હાલમાં પૂરું કર્યું છે.

પોતાનો દેશપ્રેમ જાહેર કરતા મોહિત કહે છે 'હું હંમેશાથી ઇન્ડિયન આર્મી જોઈન કરવા માંગતો હતો, પરંતુ મારુ સપનું પૂરું ન થયું. એટલા માટે જ્યારે મોકો મળે છે, સોલ્જરનું પાત્ર ભજવતા નથી ચૂકતો. મેં ટેલિવિઝન પર હંમેશાથી ચુનોતીપુર્ણ પાત્ર ભજવ્યા છે અને મને કમર્શિયલ સિનેમાથી ઘણો લગાવ છે, એટલા માટે હું ઈચ્છું છું કે મારી ડેબ્યુ ફિલ્મ અલગ હોય. ફિલ્મ ઉરીમાં વિકી કૌશલ, પરેશ રાવલ, જેવા પ્રતિભાશાળી અભિનેતાઓથી ખુબજ ઘણું શીખવા મળ્યું છે'

ડિરેકટર આદિત્ય ધારની ફિલ્મ ઉરીમાં અભિનેતા વિક્કી કૌશલ,યામી ગૌતમ,કીર્તિ કુલ્હારી,પરેશ રાવલ પણ જોવા મળશે તેમ દિનેશ ઝાલાની યાદી જણાવે છે.

(8:09 pm IST)
  • બોટાદ પંથકમાં વરસાદ ; પાળીયાદ,તરઘડા લાઠીદડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ;મોડીસાંજે હવામાનમાં પલટો ;ધરતીપુત્રોમાં હરખની હેલી :ગરમીમાં રાહતથી લોકોમાં ખુશીનો માહોલ access_time 1:10 am IST

  • ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી અને દિલ્હીની રાજકીય સ્થિતિ પર મંથન :સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ અને દલિત સમુદાયને પાર્ટી સાથે જોડવા દલિત સંપર્કઃ અભિયાન ચલાવો :ભાજપના અધ્યક્ષ અમિતભાઇએ આપ્યો નેતાઓને નિર્દેશ:મોદી સરકારની ઉપ્લબ્ધીઓની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં સોશ્યલ મીડિયાનો બખૂબી ઉપયોગ સમજાવ્યો access_time 12:52 am IST

  • નિંગાળા પાસે પુલ પરથી ટ્રક પડતા છ લોકોના કમકમાટીભર્યા મોત :ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત :ગામલોકો બચાવકાર્યમાં જોડાયા access_time 1:32 am IST