Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

બાયોપિક ધ એક્સિડેંટલ પ્રાઈમ મિનિસ્ટરમાં મનમોહન સિંહની પત્નીનું ભૂમિકામાં જોવા મળશે દિવ્યા શેઠ

મુંબઈ:અભિનેત્રી દિવ્યા સેઠ શાહ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની બાયોપિક ધ એક્સિડેંટલ પ્રાઈમ મિનિસ્ટરમાં તેમની પત્ની ગુરશરણ કૌરની ભૂમિકા ભજવતી જોવા મળશે. અભિનેતા અનુપમ ખેર આ ફિલ્મમાં મનમોહનસિંહના પાત્રમાં નજરે પડશે. અભિનેતાએ દિવ્યા સાથેનો પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી. 
અનુપમ ખેરે ટ્વિટ કરી લખ્યુ કે, દેશના માનનીય ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની પત્ની શ્રીમતી ગુરશરણ કૌરના રુપમાં દિવ્યા સેઠ શાહને રજુ કરી રહ્યો છું. અનુપમ ખેરે થોડા દિવસ અગાઉ પોતાના રોલ અંગે વાત કરતા જણાવ્યુ હતું કે, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની ભૂમિકા ભજવવી એ પોતાના કરીયરનો અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ અને પડકારજનક રોલ છે. આ ફિલ્મ મનમોહનસિંહના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારુની પુસ્તક પર આધારીત છે. આ ફિલ્મ નવોદિત ફિલ્મ નિર્માતા વિજય રત્નાકર ગુટ્ટે દ્વારા નિર્દેશિત છે, સાથે જ હંસલ મહેતા તેના ક્રિએટીવ નિર્માતા છે. ફિલ્મ અક્ષય ખન્ના સંજય બારુના પાત્રમાં નજરે પડશે. તેમજ ફિલ્મ ૨૧ ડિસેમ્બરે રીલીઝ થશે. 

(4:49 pm IST)
  • છોટા ઉદયપુરમાં તેજ ગઢમાં વરસાદનું આગમન : છેલ્‍લા દોઢ કલાકથી વરસાદ વરસી રહ્યોના વાવળ : વીજળી ગુલ થયાની પણ ફરીયાદ નોંધાઇ access_time 11:13 pm IST

  • સુરતના અઠવા વિસ્તારમાં જુગારની ક્લબમાં ડીજી વિજિલન્સનો સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને દરોડો ;પીઆઇ કે કે ઝાલાને સસ્પેન્ડ કરાયા :પોલીસ કમિશનરના આકરા પગલાંથી બેડામાં ફફડાટ :પીઆઇ ઝાલા અગાઉ રાજકોટમાં એસઓજી સહિતના પોલીસ મથકોમાં અનેક મહત્વની કામગીરી બજાવી ચુક્યા છે access_time 12:55 am IST

  • બોટાદ પંથકમાં વરસાદ ; પાળીયાદ,તરઘડા લાઠીદડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ;મોડીસાંજે હવામાનમાં પલટો ;ધરતીપુત્રોમાં હરખની હેલી :ગરમીમાં રાહતથી લોકોમાં ખુશીનો માહોલ access_time 1:10 am IST