Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

દેસી ગર્લ તરીકે ઓળખાતી પ્રિયંકા ચોપરા તેના પ્રેમીને લઇને મુંબઇ પહોંચીઃ ૧૦ વર્ષ નાના પ્રેમી અમેરિકન સિંગર નિક જોનસની માતા સાથે મુલાકાત કરાવશે

મુંબઇઃ ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકી સિંગર નિક જોનસ વચ્‍ચે અફેર હોવાની ભારે ચર્ચા વચ્‍ચે પ્રિયંકા નિકને લઇને મુંબઇ પહોંચી છે અને પોતાની માતા સાથે મુલાકાત કરાવશે.

પ્રિયંકા અને નિક પણ અવારનવાર ડિનર ડેટ અને સાથે સમય વિતાવતા જોવા મળે છે. હવે બંનેના અફેર પર મહોર લાગી ગઈ છે. પ્રિયંકા નિકને મુંબઈ લઈને આવી છે અને તેને પોતાની માતાને મળાવશે.

25 વર્ષનો અમેરિકી સિંગર નિક પ્રિયંકાથી 10 વર્ષ નાનો છે. બંનેએ 2017માં પ્રથમવાર મેટ ગાલાઈવેન્ટમાં સાથે એન્ટ્રી કરી હતી. ત્યારથી જ બંનેના અફેરની ચર્ચા શરૂ થઈ હતી. હાલ બંનેની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. પ્રિયંકા અને નિક એકબીજાને લઈને સીરિયસ હોવાનું પણ જાણવા મળ્યું છે. બંને પોતાની રિલેશનશીપને આગળ વધારવા માગે છે.

નિકના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને સાથે રહેવાનું વિચારી રહ્યા છે. નિક પણ પ્રિયંકાની મૉમને મળીને પ્રિયંકાના પરિવારની નજીક આવવા માગે છે. તો થોડા સમય પહેલા જ પ્રિયંકાની મા મધુ ચોપરાએ કહ્યું હતું કે, તે પ્રિયંકા કોઈ વિદેશી સાથે રિલેશનશીપમાં હોય તે અંગે વિચારી પણ નથી શકતી. મધુના મતે, રિલેશનશીપમાં હોવા માટે બે લોકોનું કલ્ચર સરખું હોય તે જરૂરી છે. હવે જોવાનું રહેશે કે મધુ ચોપરા બંનેના રિલેશનશીપને સ્વીકારે છે કે નહિ.

જણાવી દઈએ કે પ્રિયંકા આજકાલ બોલીવુડમાં કમબેકની તૈયારી કરી રહી છે. પ્રિયંકા સલમાન સાથે અપકમિંગ ફિલ્મ ભારતમાં લીડ રોલમાં જોવા મળશે. અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બનનારી આ ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત દિશા પટણી પણ મુખ્ય ભૂમિકામાં હશે.

(5:30 pm IST)