Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

નાની ઉમરે જ નામના મેળવી લીધી દેવ જોષીએ

ટીવી શો બાલવીર દર્શકોને ખુબ પસંદ પડ્યો છે. આ શોમાં બાલવીરનું પાત્ર નિભાવનાર દેવ જોષીએ પણ પોતાના દમદાર રોલ થકી દર્શકોમાં ખાસ જગ્યા બનાવી છે. આ સિરીયલમાં એક સુપરહીરોની કહાની દર્શાવાઇ છે. જે લોકોની મદદ કરવા હમેંશા દોડતો રહે છે. આટલી નાની ઉમરે જ દેવ જોષી લાલાખો કમાતો થઇ ગયો છે. દેવ ત્રણ વર્ષનો હતો ત્યારે જ મોડેલિંગ શરૂ કરી દીધુ હતું. તેણે કાશી, હમારી દેવરાની, મહિમા શનિ દેવ કી નામના શોમાં પણ કામ કર્યુ હતું. પણ તેને મુખ્ય રોલ બાલવીરમાં મળ્યો છે. નાનકડી ઉમરમાં જ દેવએ દુનિયાભરમાં પોતાની ઓળખ ઉભી કરી લીધી છે. દેવએ ટીવી શો ઉપરાંત વીસ જેટલી ગુજરાતી ફિલ્મો અને અનેક વિજ્ઞાપનોમાં પણ કામ કર્યુ છે.

(10:15 am IST)