Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

શરમનની વધુ એક સિરીઝઃ અબ્બાસ-મસ્તાનનું નિર્દેશન

શરમન જોષી પણ હવે બીજા કલાકારોની જેમ ડિજીટલ પ્લેટફોર્મ પર વધુ કામ કરવા તૈયાર છે. અલ્ટ બાલાજીની વેબ-સિરીઝ બારીશને કારણે શરમનને ખુબ પ્રશંસા મળી છે. બારીશની બીજી સિઝન પણ રિલીઝ થઇ ચુકી છે. હવે શરમન નેટફિલકસ પરની ઓરિજીનલ સિરીઝ 'પેન્ટ હાઉસ'માં ખાસ રોલમાં જોવા મળશે. સાયકોલોજીકલ થ્રિલર એવી આ સિરીઝને બોલીવૂડના ખુબ જાણીતા નિર્દેશક અબ્બાસ-મસ્તાન નિર્દેશીત કરશે. તેણે અજનબી, હમરાઝ, રેસ સહિતની ફિલ્મો આપી છે. સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મો માટે અબ્બાસ-મસ્તાન જાણીતા છે. આ શો થકી બંને ડિજીટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી રહ્યા છે. જો લોકડાઉન ન આવ્યું હતો તો તેમની વેબ સિરીઝનું એપ્રિલમાં શુટીંગ શરૂ થઇ ગયું હોત. હવે લોકડાઉન ખુલે પછી તુરત બંને આ સિરીઝનું કામ હાથમાં લેશે. મુળ ગુજરાતી એવા અબ્બાસ બર્માવાલાના પુત્ર મુસ્તુફાને લઇને એક ફિલ્મ મશીન બનાવાઇ હતી. પણ ફિલ્મ સફળ રહી નહોતી. હવે વેબ સિરીઝમાં અબ્બાસ-મસ્તાન દર્શકોને ચોક્કસ ખુશ કરશે તેવી આશા છે.

(9:36 am IST)