Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ફિલ્મ સ્ટાર વિવેક ઓબેરોયને જાનથી મારી નાખવાની ધમકી ; મુંબઈ પોલીસે સુરક્ષા વધારી

વડાપ્રધાન મોદીની બાયોપિકને લઇને નક્સલીઓએ ધમકી આપી :ખળભળાટ

 

મુંબઈ ;ફિલ્મ સ્ટાર વિવેક ઓબેરોયને જાનથી મારી નાખવાની ધમકી મળી છે અંગે મુંબઈ પોલીસને જાણ કરતા મુંબઈ પોલીસે વિવેક ઓબરૉયની સુરક્ષામાં વધારો કર્યો છે અહેવાલ મુજબ અભિનેતા વિવેક ઓબરૉયને નક્સલીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે વિવેકને ધમકી પીએમ મોદીની બાયોપિકમાં કામ કરવાને લઇને મળી છે

   અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદી પર બનેલી ફિલ્મનું સ્ક્રિનિંગ ગુજરાતમાં અમદાવાદ ખાતે યોજાયું હતું, જેમાં વિવેક ઓબેરોય સહિત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યાં હતા. તો મુંબઇ ખાતે બોલીવૂડ માટે ફિલ્મનું સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું

(10:33 pm IST)