Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

માતૃત્વના રોમાંચક સફર આધારિત નવી વેબ સિરીઝ મેંટલહુડથી કરિશ્મા કપૂરની રી-એન્ટ્રી

નવી દિલ્હી: ઓલ્ટ બાલાજીએ તાજેતરમાં પોતાની નવી વેબ સિરીઝ મેંટલહૂડની જાહેરાત કરી છે જે માતૃત્વના એક રોમાંચક સફર પર આધારિત છે. કરિશ્મા કોહલી દ્વારા નિર્દેશિત, મેંટલહૂડમાં અભિનેત્રી કરિશ્મા કપૂર એક મેન્ટલ માં મીરા શર્માની ભૂમિકા સાથે પોતાનું ડિજિટલ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. બાળકોનું પાલન-પોષણ કરવું એક કળા છે. કેટલાક તેને સટીક વિજ્ઞાનની દ્વષ્ટિથી જુએ છે, પરંતુ તેમાંથી મોટાભાગની સિંહણ હોય છે જે પોતાના શાવકોની રક્ષા કરવાનું સારી રીતે જાણે છે.

ઓલ્ટ બાલાજીની આગામી વેબ-સીરીઝમાં વિભિન્ન પ્રકારની માતાઓની સફર બતાવવામાં આવશે, જે પોતાના બાળકોનો ઉછેર કરવા માટે યોગ્ય અપેક્ષાઓના માધ્યમથી પોતાની રીતે પેતરાબાજી કરે છે. મલ્ટી-ટાસ્કિંગ એક આદત બની જાય છે અને સતત ચિંતા અને ગિલ્ટ ફિલિંગ તેમના સ્વભાવનો ભાગ બની જાય છે.

નવી ધારણાને રજૂ કરવા માટે પ્રતિભાશાળી કરિશ્મા કપૂર પણ હોશિયાર કલાકારોની હરોળ છે. કરિશ્મા કપૂર રિયલ લાઇફમાં બે બાળકોની માતા છે. કરિશ્મા શોમાં મીરાનું પાત્ર ભજવશે, જે એક નાના શહેરની માતા છે અને મુંબઇની હોનહાર માતાઓ વચ્ચે પોતાને પાર લગાવવાનો પ્રયત્ન કરી રહી છે. તે જાણે છે કે પેરેટિંગનો અર્થ યોગ્ય સંતુલન જાળવી રાખવાનો છે અને તે સંતુલન વિશે જાણવું સૌથી મુશ્કેલ કામ છે. કરિશ્માએ પોતાના પાત્ર પર વધુ પ્રકાશ પાડતાં શેર કર્યું કે ''હુ6 મારા પરિવાર અને બાળકોની સાથે રહેવા માંગુ છું.

પરંતુ જ્યારે મેં સ્ક્રિપ્ટ સાંભળી તો ખૂબ રસપ્રદ હતી. સ્ક્રિપ્ટ આજની માતા વિશે હતી અને કહાણી ખૂબ સ્ટ્રોંગ હતી. તમામ ઉંમરની મહિલાઓ અને ખાસકરીને માતાઓ, મારા પાત્ર સાથે જોડાયેલી અનુભવશે. એવું કંઇક છે કે જેમાંથી અત્યારે હું પસાર થઇ રહી છું. યુવા માતા-પિતા અને ઉંમરલાયક માતા-પિતા 'મેંટલહૂડ' સાથે જોડાયેલા અનુભવશે. મારું પાત્રની આજની માતાઓ પર આધારિત છે અને એક માણસના રૂપમાં, તે યોગ્ય કામ કરવામાં વિશ્વાસ ધરાવે છે અને રિયલ છે. હું મારા બધા વ્હાલા સહ-કલાકારોની સાથે શૂટિંગ પુરો આનંદ માણી રહી છું. ''મેંટલહૂડ' વર્ષના અંતમાં રિલીઝ થવા તૈયાર છે અને અમે ચોક્કસપણે ઉત્સાહિત છીએ.

(5:34 pm IST)