Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ચંગેઝ ખાનનો રોલ કરવાની સલમાન ખાનની ઈચ્છા

મુંબઇ:  હાલ બોલીવૂડમાં બાયોપિક અને હિસ્ટોરિકલ ફિલ્મ બનાવાનું ચલણ પૂરબહારમાં  ટ્રેન્ડ છે. સલમાન ખાનને પણ એક ઐતિહાસિક પાત્ર ભજવવાની ઇચ્છા છે. હાલ સલમાન ખાન પોતાની આવનારી ફિલ્મ 'ભારત'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. દરમિયાન તેને ક્યા ઐતિહાસિક પાત્ર ભજવવામાં રસ છે  તેવું  પુછવામાં આવ્યું હતું. સલમાને થોડુ વિચારીને ચંગેઝ ખાનનું નામ આપ્યું હતું. તેણે કહ્યુ હતુ કે, '' મને જો કોઇ ઐતિહાસિક પાત્ર પર કામ કરવાની તક મળે તો હું ચંગેઝ ખાનના પાત્રને રૃપેરી પડદે ભજવવા ઇચ્છીશ.ચંગેઝ ખાને મુસ્લિમ સામ્રાજ્યને લગભગ નષ્ટ કરી દીધું હતું. તે એક મંગોલ શાસક હતો અને બૌદ્ધ ધર્મને અનુસરતો હતો. તે અઢળક સંપત્તિ અને જમીનનો માલિક હતો. કહેવાય છે કે, તેને તેની અપાર  દૌલત અન ેજમીનના આંકડાની જાણ નહોતી.તેનો જન્મ ૧૧૬૨ની આસપાસ થયો હતો.

(5:20 pm IST)