Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

હું ઘણી વખત પ્રેમમાં નિષ્ફ્ળ રહી છું: જેકલીન

મુંબઈ: લિસ્ટની યાદીમાં સ્થાન ભોગવતી અભિનેત્રી જેક્લીન ફરનાન્ડિસે કહ્યું હતું કે પ્રેમની બાબતમાં હું અગાઉ ઘણીવાર છેતરઇ ચૂકી છું. હાલ હું સિંગલ છું.હાલ જેક્લીનના બેસ્ટ ફ્રેન્ડ ગણાતા કાર્તિક આર્યન સાથે જેકી નેહા ધૂપિયાના ચેટ શોમાં મહેમાન તરીકે હાજરી આપવા ગઇ હતી. ત્યાં નેહાએ પૂછેલા સવાલના જવાબમાં એણે કહ્યું કે પહેલીવાર ટીનેજર હતી ત્યારે મારા બોયફ્રેન્ડને મેં ચીટીંગ કરતાં રંગે હાથ પકડયો હતો. અનુભવ મારા માટે જીવનનો સૌથી ખરાબ અનુભવ હતો. એવા અનુભવ એક કરતાં વધુ વખત થયા છે.નેહાએ કાર્તિકને પૂછ્યું હતુંં કે તારી બેસ્ટ ફ્રેન્ડ જેક્લીન માટે કેવો બોયફ્રેન્ડ હોવો જોઇએ એમ તું માને છે ? ત્યારે કાર્તિકે કહ્યું, આદિત્ય રોય કપૂર જેવો દેખાતો હોવો જોઇએ.અને એનું બેંક બેલેન્સ કેટલું હોવું જોઇએ ? નેહાએ ઔર એક સવાલ પૂછ્યો. એના જવાબમાં કાર્તિકે કહ્યું કે જેક્લીનને બેંક બેલેન્સની ઝાઝી જરૃર નથી. જેક્લીન પાસે પહેલેથી પૂરતા પૈસા છે. પણ હા, એનો આઇક્યૂ સલમાન ખાન જેવો હોવો જોઇએ.નેહાએ પૂછેલા અન્ય એક સવાલના જવાબમાં જેક્લીને એના અન્ય મિત્રોમાં સલમાન ખાન, સોનમ કપૂર આહુજા અને સાજિદ નડિયાદવાલાનાં નામો આપ્યાં હતાં.

(5:19 pm IST)