Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

નરેન્દ્ર મોદીની કોપી કર્યા બાદ ટ્વિન્કલ ખન્નાએ મેડિટેશન ફોટોગ્રાફીમાં ઇન્ટરેસ્ટ દેખાડયો

ટ્વિન્કલ ખન્નાને હવે મેડિટેશનની ફોટોગ્રાફીમાં ઇન્ટરેસ્ટ હોય એવું લાગી રહ્યું છે. તેણે હાલમાં જ ધ્યાનની મુદ્રાવાળો ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો. આ ફોટો તેણે શેર કરતી વખતે નરેન્દ્ર મોદીનું નામ તો નહોતું લીધું, પરંતુ તેમના મેડિટેશનના ફોટો બાદ ટ્વિન્કલે આ ફોટો શેર કર્યો હતો. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ટ્વિન્કલે કેપ્શન આપી હતી કે 'છેલ્લા થોડા દિવસોથી કેટલાક ધાર્મિક ફોટોઝ જોઇને હું મેડિટેશન ફોટોગ્રાફી-પોઝિઝ અને એન્ગર્લ્સ' પર વર્કશોપ શરૂ કરવાની છું. સૌ કોઇ એમાં જોડાઇ શકો છો. મને એવું લાગી રહ્યું છે કે વેડિંગ ફોટોગ્રાફી બાદ આ જ ફોટોગ્રાફી સૌથી મોટી વસ્તુ બનવાની છે.

(3:43 pm IST)