Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

સારા બનશે માઃ જુલાઇમાં આપશે બાળકને જન્મ

ટીવી શો જમાઇ રાજા અને સિયા કે રામની અભિનેત્રી સારા મા બનવાની છે. તે હાલમાં પોતાની સગર્ભાવસ્થાના સમયને માણી રહી છે. લગ્નના દસ વર્ષ પછી સારા અરફીને મા બનવાનો નિર્ણય લીધો હતો. વર્ષ ૨૦૦૯માં તેણે અરફીન સાથે લગ્ન કર્યા હતાં. હવે બંનેએ પરિવારને આગળ વધારવાનું નક્કી કર્યુ છે. આ કપલ પોતાના પ્રથમ બાળક માટે ખુબ જ ઉત્સાહિત છે. સારાએ કહ્યું હતું કે હું જુલાઇ મહિનામાં બાળકને જન્મ આપીશ. દિકરી હોય કે દિકરો તેનાથી ફરક નથી પડતો, હું આ ખુશી માટે ભગવાનની આભારી છે. બાળકના જન્મ પછી અમારી જિંદગીમાં ઘણા બદલાવ આવશે. મેં અત્યાર સુધીની જિંદગી મિત્રો અને પરિવારજનો સાથે વિતાવી છે. હાલમાં ફેબ્રુઆરીથી હું લંડનમાં છું. સારા છેલ્લે એન્ડ ટીવીના શો એજન્ટ રાઘવ-ક્રાઇમ બ્રાંચમાં દેખાઇ હતી.

(10:23 am IST)