Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

'જન્નત'ના નિર્દેશક સાથે ફરી કામ કરશે ઇમરાન હાશ્મી

મુંબઇ: અભિનેતા ઇમરાન હાશમીની સૌથી વધુ હિટ ગણાયેલી ફિલ્મ જન્નત (૨૦૦૪) આપનારા ફિલ્મ સર્જક કુણાલ દેશમુખ ફરી એકવાર ઇમરાન સાથે એક ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા હોવાની માહિતી મળી હતી. છેલ્લા થોડા સમયથી ઇમરાનની કારકિર્દી ડામાડોળ રહી હતી. એણે પોતાના દૂરના સંબંધી અને સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટની મદદ પણ માગી હતી કે મને એકાદી ફિલ્મ આપો. આમ તો ઇમરાન અને કુણાલે ૨૦૧૪માં રાજા નટવરલાલ ફિલ્મ સાથે કરી હતી પરંતુ એને બોક્સ ઑફિસ પર ધારી સફળતા મળી નહોતી એમ કહી શકાય. નેશનલ એવોર્ડ વિજેતા સ્ક્રીપ્ટ રાઇટર શ્રીધર રાઘવન ફિલ્મની સ્ક્રીપ્ટ લખી રહ્યા છે. ઇમરાન અને કુણાલ પોતે પણ સ્ક્રીપ્ટના ઘડતરમાં યથાશક્તિ રસ લઇ રહ્યા છે અને જરૃર જણાય ત્યાં સૂચનો કરી રહ્યા છેઇમરાન હાશમી પોતે હીરો હોવા ઉપરાંત ફિલ્મનો સહનિર્માતા પણ હશે. કુણાલે ૨૦૧૨માં જન્નત ટુ પણ બનાવી હતી. જો કે એમાં ઇમરાન હીરો નહોતો વિશે પૂછતાં કુણાલે કહ્યું કે હાલ વિશે કંઇ કહેવાનું વધુ પડતું વહેલું ગણાશે. હજુ સ્ક્રીપ્ટ ફાઇનલ થઇ નથી. સમય આવ્યે અમે વિગતો જાહેર કરીશું. પરંતુ મારી એવી ઇચ્છા રહી છે કે અગાઉ કદી જોવા મળ્યું હોય એવું પાત્ર સર્જી બતાવવું છે.

 

 

(4:33 pm IST)
  • આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસુ દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં દસ્તક દેશે :વાવાઝોડું થંભી ગયું -ઓમાન અને યમન તરફ ફંટાયું :સાયક્લોનનું વલણ પણ બદલાઈ ગયું :ત્રણ-ચાર દિવસ વાવાઝોડાની શક્યતા નથી પરંતુ ગરમીનું જોર યથાવત રહેશે access_time 8:15 pm IST

  • રાજકોટ જીલ્લાના તમામ ગોડાઉન માલીકો મીટીંગ સાથે યોજતા કલેકટર.. : રાજકોટ જલ્લાના તમામ ૧૦૦ થી વધુ વેરહાઉસ - ગોડાઉન માલીકો મેનેજરોની મીટીંગ બોલાવતા કલેકટરઃ ખુલ્લામાં રહેલો માલ મગફળી, કઠોર સહિતની ચીજ વસ્તુઓ ગોડાઉનમાં સેફ રાખી લેવા સૂચનાઃ ચેકીંગ પણ કરાશે. access_time 4:04 pm IST

  • જામિયા મિલિયા ઇસ્લામિયાની સત્તાવાર વેબસાઈટ આખો દિવસ હેક રહ્યાં બાદ પૂજાએ લખ્યું ''સોરી આઈ હેવ બોયફ્રેન્ડ '' : હેકરે આખું હોમપેઝ કાળું કરી નાખ્યું હતું અને તેના પર ''હેપ્પી બર્થડે પૂજા ''લખી નાખ્યું હતું :સ્ક્રીનની નીચે લાલા રંગમાં નાના અક્ષરે લખ્યું ' યોર લવ ' :આ વખતે પૂજા દ્વારા મેસેજ લકહાયો 'સોરી ' આઈ હેવ બોયફ્રેન્ડ'' access_time 1:24 am IST