Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

દબંગ ફિલ્મે બેક ફાયરનુ કામ કર્યુ હતુ : માહી ગિલ

હાલમાં તેની પાસે કેટલીક ફિલ્મો હોવાનો દાવો : વચ્ચે ડિપ્રેશનમાં હોવાના લીધે માહી ફિલ્મોથી દુર રહી

મુંબઇ,તા. ૨૨ : બોલિવુડમાં કોઇ સમય ખુબ આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકેલી અભિનેત્રી માહી ગિલે આઠ વર્ષ બાદ એવી કબુલાત કરીને તમામને ચોંકાવી દીધા છે કે સલમાન ખાન અભિનિતિ ફિલ્મ દબંગ તેના માટે બેકફાયર તરીકે રહી હતી. આ ફિલ્મના કારણે તેને કેટલીક સારી ફિલ્મો હાથ લાગી ન હતી. ફિલ્મ દેવડી માટે શ્રેષ્ઠ અભિનેત્રી  માટે ફિલ્મ ફેર એવોર્ડનો તાજ જીતનાર અભિનેત્રી માહી ગિલે કહ્યુ છે કે હવે તે પહેલા જેવી ફિલ્મો સાઇન કરનાર અભિનેત્રી તરીકે રહી નથી. કોઇ સમય તે સેક્સ સિમ્બોલ સ્ટાર તરીકે ઉભરી આવી હતી. પોતાના બોલિવુડમાં બ્રેક અંગે વાત કરતા ગિલે કહ્યુ છે કે તે ૨૦ વર્ષની વયે ચંદીગઢને એમ વિચારીને છોડી દીધુ હતુ કે તેને ટીવીમાં નાના મોટા રોલ તો મળી જશે. તે મેગેઝીનમાં વાંચતી હતી કે ફિલ્મ નિર્માતા કેટલાક નવા કલાકારોને સાઇન કરે છે. જેથી તે પણ તેમની આસપાસ ફરતી હતી. દેવ ડીથી માહી રાતો રાત સ્ટાર બની ગઇ હતી. જો કે તે સ્વીકાર કરે છે કરે છે કે તે ફેમના કારણે ડીલ કરવામાં નિષ્ફળ રહી હતી. તેનુ કહેવુ છે કે જ્યારે તે ચેટ કરે છે ત્યારે ફ્રેન્ડલી બની જાય છે. તેને કેટલીક ફિલ્મોની ઓફર મળી હતી. અનુરાગ કશ્યપે તેને ગુલાલ માટે સાઇન કરી હતી. પરંતુ તેના એક બેસ્ટ ફ્રેન્ડે તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો જેના કારણે તે ડિપ્રેશનમાં જતી રહી હતી. તે આના કારણે ભાંગી પડી હતી. જેથી તે દોઢ વર્ષ સુધી ડિપ્રેશનમાં રહી હતી. આ ગાળા દરમિયાન તે લોકોને મળતી ન હતી. તેનુ કહેવુ છે કે જ્યારે અનુરાગના ભાઇ અભિનવ દ્વારા દબંગમાં તેને અરબાજન પત્નિની ભૂમિકા કરવા માટે કહેવામાં આવ્યુ ત્યારે તે રાજી થઇ હતી. ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી પરંતુ તેના માટે આ ફિલ્મ બેક ફાયર કરી ગઇ હતી. એવા ડાયરેક્ટર જે તેને લીડ રોલ ઓફર કરી રહ્યા હતા તે કહેતા હતા કે નાના રોલ કરીને તેને મોટી ભુલ કરી દીધી છે. એક નિર્માતા નિર્દેશકે તો તેને હિરોઇન લાયક નહી હોવાના કારણે તેને બહાર કરી દીધી હતી. આ તમામ બાબતો એ વખતે તેની સાથે બની રહી હતી જ્યારે તે ફરી બોલિવુડમાં સ્થાન જમાવવા માટે પ્રયાસ કરી રહી હતી. અરબાજે દબંગ-૨ ફિલ્મ માટે પણ તેને ઓફર કરી હતી. તેને નુકસાન પહેલાથી જ થઇ ગયુ હતુ જેથી તે આના માટે તૈયાર થઇ ગઇ હતી. માહી ગિલ કહે છે કે દબંગ-૩ ફિલ્મ માટે હજુ સુધી તેનો કોઇ સંપર્ક કરવામાં આવ્યો નથી. સાહબ બીબી ઔર ગેંગસ્ટરના ત્રીજા ભાગમાં તે કામ કરી રહી છે. તેના આ વખતે રોલ વધારે ક્રેઝી રહેશે. સંજય દત્તની સાથે તે એક સોંગ પણ કરનાર છે. ઉપરાંત જીમી શેરગિલની સાથે તેના લવમેકિંગ સિક્વન્સ પણ છે. વર્ષ ૨૦૧૬માં માહીએ પંજાબી ફિલ્મ આતિશબાજી ઇશ્કનુ નિર્માણ કર્યુ હતુ. ફિલ્મને ટિકાકારોએ પસંદ કરી હતી. જો કે ફિલ્મ આશા મુજબ કમાણી કરવામાં સફળ સાબિત થઇ ન હતી. ફિલ્મના અભિનેતા રવિન્દરે પંજાબમાં એડિશનમાં ફિલ્મફેર બેસ્ટ ડેબ્યુ માટેનો એવોર્ડ જીતી લીધો હતો. હવે તે પ્રોફેશન અને પર્સનલી રીતે વધારે સારી સ્થિતીમાં છે. તેમાં તેના બોયફ્રેન્ડની મોટી ભૂમિકા હોવાની વાત માહી નિખાલસ રીતે કબુલે છે.

(12:49 pm IST)
  • રાજકોટ જીલ્લાના તમામ ગોડાઉન માલીકો મીટીંગ સાથે યોજતા કલેકટર.. : રાજકોટ જલ્લાના તમામ ૧૦૦ થી વધુ વેરહાઉસ - ગોડાઉન માલીકો મેનેજરોની મીટીંગ બોલાવતા કલેકટરઃ ખુલ્લામાં રહેલો માલ મગફળી, કઠોર સહિતની ચીજ વસ્તુઓ ગોડાઉનમાં સેફ રાખી લેવા સૂચનાઃ ચેકીંગ પણ કરાશે. access_time 4:04 pm IST

  • અરબી સમુદ્રમાં ડિપ્રેશન : ૪૮ કલાકમાં વાવાઝોડું સંભવ : ૧૫ જૂનથી ગુજરાતમાં ચોમાસુ સક્રિય થવાની સંભાવના access_time 11:36 am IST

  • બુખારીએ દિલ્હી હાઇકોર્ટને કહ્યું મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી ઈમામની પદવી :જમા મસ્જિદના શાહી ઇમામ મૌલાના સૈયદ અહમદ બુખારીએ મસ્જિદમાં પોતાના પુત્રને ઉત્તરાધિકારી બનાવવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે આ પદવી પહેલા ઇમામને મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી અને વર્ષોથી તેમના પરિવારને જ ઇમામ બનાવાય છે જે હજુ સુધી કાનૂની વિવાદમાં નથી access_time 1:39 am IST