Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ખતરો કે ખિલાડીની નવી સિઝનનું શુટીંગ જુલાઇમાં શરૂ થશે

ગોલમાલ અગેઇનની સફળતા બાદ રોહિત શેટ્ટી આવતા મહિનાથી ફિલ્મ સિમ્બાનું શુટીંગ શરૂ કરશે. તે સાથો સાથ એકશન એડવેન્ચર રિયાલીટી શો ખતરો કે ખિલાડીના હોસ્ટ તરીકે પણ કામ કરે છે. આ શોની નવી સિઝનનું શુટીંગ જુલાઇમાં આજેન્ટીના ખાતે શરૂ થશે. રોહિત શેટ્ટી સંચાલિત આ શોમાં શમિતા શેટ્ટી પણ હશે. તેણે અગાઉ બિગ બોસ અને ઝલક દિખલા જા નામના શોમાં પણ ભાગ લીધો હતો. શમિતા ઉપરાંત પૂર્વ ક્રિકેટર શ્રીસંત પણ હશે. આ ઉપરાંત દેવલીના ભટ્ટાચાર્ય, કરણ પટેલ, મંદાના કરીમી, કરણ ટેકર, કવિતા કોૈશિક, અરશી ખાન, પ્રિન્સ નરૂલાના નામો પણ સામે આવ્યા છે. હાલમાં રોહિત સિમ્બાના શુટીંગની તૈયારીમાં છે. જેમાં રણવીર સિંહ સાથે સારા અલી ખાન અને સોનુ સૂદ છે.

(9:46 am IST)