Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ત્રણ મહિનાથી એક પણ ફિલ્મ સાઇન નથી કરી દિપીકાએ

દિપીકા પાદુકોણે છેલ્લા કેટલાક મહિનાથી એક પણ ફિલ્મ સાઇન કરી નથી. આ કારણે એવી ચર્ચાઓ વહેતી થઇ હતી કે તે તેના લગ્નની તૈયારી કરી રહી છે. દિપીકાની છેલ્લી ફિલ્મ પદ્માવત હતી. એ પછી તેણે કોઇ નવી ફિલ્મ સાઇન કરી નથી. નવી ફિલ્મનું કામ હાથ પર નહિ લેવાનું કારણ તેના લગ્નની તૈયારી નહિ પણ ગરદન અને ખભા પર થયેલી ઇજા છે. બીજુ એક કારણ એ પણ છે કે દિપીકાને હાલમાં ભરપુર ફિલ્મોની ઓફરો મળી રહી છે. પણ આ રોલ એટલા બધા છે કે તેમાંથી કયા રોલ સ્વીકારવા એ નક્કી કરવું તેના માટે મુશ્કેલ બની ગયું છે. દિપીકાને એવી ફિલ્મ કરવી છે જેમાં તેનું સ્થાન હીરો જેટલુ જ હોય. એક ચર્ચા એ પણ છે કે દિપીકા હાલમાં જેટલી ફી માંગી રહી છે તે નિર્માતાઓને વધુ લાગી રહી છે. સાચુ કારણ તો દિપીકા જ જણાવી શકશે.

(9:45 am IST)