Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

હવે કેટરીનાને તેમાં રસ નથી

કેટરીના કૈફને ડાન્સ ખુબ જ પસંદ છે. તે ફિલ્મોમાં ડાન્સ કરવાની એકપણ તક જવા દેતી નથી. કેટરીના અભિનીત ફિલ્મોમાં દર્શકો તેનો યાદગાર ડાન્સ જોઇ ચુકયા છે. કેટરીનાએ પોતાના ડાન્સ પ્રત્યેના અનહદ પ્રેમને કારણે આઇટમ નંબર પણ કર્યા હતાં. શીલા કી જવાની અને ચિકની ચમેલી જેવા કેટરીનાના સુપરહીટ આઇટમ સોંગ આજે પણ લોકોને યાદ છે. કેટરીનાના  આ ગીતોમાં શરીરના અંગમરોડ અને માદકતા જોઇ દર્શકો હક્કાબક્કા થઇ ગયા હતાં. કેટલાકે તો કેટરીનાના આ ગીતોની આલોચના પણ કરી હતી. તાજેતરમાં જ એક નિર્માતાએ પોતાની આગામી ફિલ્મ માટે કેટરીનાને આઇટમ સોંગ કરવા ઓફર કરી હતી. પરંતુ તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. કોરોનાથી કેટરીના સંક્રમિત નહોતી થઇ એ વખતે આ ઓફર તેને મળી હતી. ખુબ મોટી રકમની ઓફર હતી છતાં કેટરીનાએ ના પાડી દીધી હતી.  કેટરીનાના નજીકના લોકોએ કહ્યું હતું કે હવે તેને આઇટમ સોંગમાં રસ નથી. કેટરીનાની આગામી ફિલ્મોમાં સૂર્યવંશી અને ફોનભૂત ચર્ચામાં છે.

(10:17 am IST)