Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ફિલ્મ ‘કામસૂત્ર 3D’ની એકટ્રેસ સાયરા ખાનનું નિધન

મુંબઈ: સતત વિવાદોમાં રહેલી ફિલ્મ ‘કામસૂત્ર 3D’ની એકટ્રેસ સાયરા ખાનનું શુક્રવારે નિધન થયુ છે. એક રિપોર્ટ અનુસાર સાયરાનું નિધન કાર્ડિયક એટેકના કારણે થયું છે. ‘કામસૂત્ર 3D’માં સાયરાએ ચર્ચિત અભિનેત્રી શર્લિન ચોપડાની જગ્યા લીધી હતી. ફિલ્મની રિલીઝના સમયે શર્લિનને લઈને ખુબજ વિવાદ પણ થયો હતો જેના કારણે સાયરાને જે લોકપ્રિયતા મળવી જોઈએ તે મળી હતી. સાયરાના નિધન પર ફિલ્મના નિર્માતા રૂપેશ પોલે દુખ વ્યક્ત કર્યુ હતુ. સાયરાના નિધન પર પોલે કહ્યુ કે મને વાતની બીલકુલ અંદેશો હતો કે આવુ પણ થશે. રૂપેશે જણાવ્યુ કે શર્લિનની જગ્યા લીધા બાદ સાયરાએ ખુબજ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. રૂપેશે સાયરાનાં મોત પર સંવેદના વ્યક્ત કરતા કહ્યુ કે મને તો વાતનુ દુખ છે કે સાયરા પ્રત્યે કોઈએ દુખ પણ વ્યક્ત કર્યુ. તે એક ખુબસુરત અને જાણીતી અભિનેત્રી હતી પોતાના કામ પ્રત્યે ખુબજ કાળજી રાખતી હતી. હું તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરૂ છુ. આપને જણાવી દઈએ કે સાયરા ખાનનું મોત કાર્ડિયાક એટેકથી શુક્રવારે સવારે થયું હતુ. સાયરાએ જ્યારથી ફિલ્મ કરવાનો નિર્ણય કર્યો હતો ચારેતરફથી તેની ટીકાઓ થઈ રહી હતી. તે એક પછી એક વિવાદમાં ફસાતી જતી હતી.

(5:37 pm IST)
  • વડાપ્રધાન મોદીના તા. 25 એપ્રિલે વારાણસીમાં થનાર મેગા રોડ શો માટે આજથી ભાજપે વારાણસીમાં ઘરે ઘરે જઈને રોડ શોમાં આવવાનું આમંત્રણ આપવાનું અભિયાન શરૂ કર્યું છે : અમિતભાઇ પણ આ રોડ શોમાં હાજર રહેશે અને બીજા દિવસે નરેન્દ્રભાઈ સાથે લોકસભા ચૂંટણીનું નામાંકન પત્ર ભરતી વખતે પણ વડાપ્રધાનની સાથે રહેશે : હવે સૌ કોઈની નજર કોંગ્રેસ પર કેન્દ્રિત થઈ છે કે પ્રધાનમંત્રી મોદીની સામે કોંગ્રેસ કોને ચૂંટણી લડાવશે? access_time 9:04 pm IST

  • મોડીસાંજે રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ પર ટીપરવાને વૃદ્ધને અડફેટે લીધા :દોઢસો ફૂટ રિંગ રોડ પર નાગરિક બેન્ક સામે બીઆરટીએસ રોડ ઓળંગવા જતા વૃદ્ધને ટીપરવાને ઉડાડ્યા :108 મારફત હોસ્પિટલે ખસેડાયા access_time 7:37 pm IST

  • એનસીપીના શંકરસિંહ વાઘેલાની ભવિષ્યવાણીઃ બીજેપીને ૧૪૦થી ૧૬૦ બેઠક જ મળશે access_time 3:58 pm IST