Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

વેબ સિરીઝમાં સિરિયલ કિલરના રોલમાં નજરે પડશે વીરદાસ

મુંબઇ: દેશવિદેશમાં સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે શો કરતો અભિનેતા વીર દાસ આગામી વેબ સિરિઝમાં હસમુખ નામના એક સિરિયલ કીલરનો રોલ કરશે.નિખિલ અડવાણી સિરિઝના સર્જક છે. વીર દાસે સિરિયલમાં પોતે જે પાત્ર ભજવવાનો છે એનો ફર્સ્ટ લૂક સોશ્યલ મિડિયા પર રજૂ કર્યો હતો. ઠીક ઠીક ગામડિયા જેવો ગેટપ ધરાવતો હસમુખ સિરિયલ કીલર છે અને વીર દાસ પહેલીવાર આવો નેગેટિવ રોલ કરવાનો છે. વેબ સિરિઝની સ્ક્રીપ્ટ પણ વીર દાસે પોતે લખી છે.વેબ સિરિઝનું શૂટિંગ મુંબઇ અને ઉત્તર પ્રદેશમાં કરાયું હતું. વીર દાસે કહ્યું કે મને અગાઉ કદી આવો રોલ કરવાની તક મળી નથી. કોમેડિયન તરીકે જે શો કરું છું એમાં પ્રકારની ભૂમિકા આવતી નથી. કંઇક નવું કરવાની તક મળી એનો મને આંનંદ છે. દિવસે કોમેડિયન અને રાત્રે સિરિયલ કીલર એમ બેવડું જીવન જીવતા આદમીની વાત છે. 

(5:36 pm IST)