Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ફિલ્મ અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરને ફિલ્મ ઇન્ડસ્‍ટ્રીમાં લોન્ચ કરવાનું પ્લાનીંગ કરતા કરણ જોહર

 મુંબઈ : બોલિવૂડના મોટાભાગના સ્ટારકિડને કરણ જોહરે લોન્ચ કર્યા છે. આલિયા ભટ્ટ, વરૂણ ધવન, અનન્યા પાંડે અને જહાન્વી કપૂર પછી અન્ય સ્ટારડોટરને કરણ જોહર લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીના રિપોર્ટ પ્રમાણે 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'થી અનન્યા પાંડેને હિરોઇન તરીકે લોન્ચ કરનાર કરણ બહુ જલ્દી સંજય કપૂરની દીકરી શનાયા કપૂરને ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શનાયા કપૂર હાલમાં કરણ જોહરની ઓફિસની બહાર જોવા મળી હતી. હાલમાં શનાયા એક્ટિંગ, જિમ અને ડાન્સ ક્લાસમાં જોવા મળે છે. આ પરથી અંદાજો લગાવી શકાય છે કે શનાયાને કરણ જોહર લોન્ચ કરશે.

ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેને પણ કરણ જ લોન્ચ કરી રહ્યો છે. અનન્યા સ્ટૂડન્ટ ઓફ ધ યરના બીજા ભાગમાં ટાઇગર શ્રોફ અને તારા સુતારિયાની સાથે બોલીવુડ એન્ટ્રી લેવા જઈ રહી છે. કરણના શોમાં અનન્યાએ કહ્યું કે, તે આ શોમાં આવવાનું ડિઝર્વ કરતી નથી કારણ કે, તેણે અત્યાર સુધી કોઈ કામ કર્યું નથી. કરણે કહ્યું કે, લોકો પણ તેના વિશે આવું વિચારતા હતા તો અનન્યાએ કહ્યું કે, તે પણ આમ વિચારે છે.

(4:38 pm IST)