Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

બોબી દેઓલ વેબ સિરીઝમાં: શાહરૂખની કંપનીએ કર્યો સાઇન

બોલીવૂડ અને ટીવી પરદા ઉપરાંત હવે ડિઝીટલ પ્લેટફોર્મ પણ મોટા સ્ટારને આકર્ષી રહ્યું છે. બોલીવૂડમાં રેસ-૩ થકી સલમાન ખાન સાથે કમબેક કરનાર બોબી દેઓલ પણ હવે વેબ સિરીઝમાં એન્ટ્રી કરવાનો છે. બોબી હાલમાં હાઉસફુલ-૪નું કામ પણ કરી રહ્યો છે. ત્યાં તેને વધુ એક મોટો પ્રોજેકટ મળ્યો છે. શાહરૂખ ખાન સાથે તે ડિઝીટલ ડેબ્યુ કરવાનો છે. તેણે રેડ ચિલી એન્ટરટેઇનમેન્ટ સાથે એક પ્રોજેકટ સાઇન કર્યો છે. જો કે આ સિરીઝમાં શાહરૂખ અને બોબીનો રોલ કેવો હશે તે હજુ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. બોબી અને શાહરૂખ વચ્ચે સારી મિત્રતા છે. નેવુના દસકમાં બરસાત ફિલ્મથી કારકિર્દી શરૂ કરનાર બોબી એ વખતે સુપરહિટ હીરો ગણાતો હતો. પણ પછીથી તેની ફિલ્મો ફલોપ થવા માંડી હતી. સલમાને ફરીથી તેની ગાડી પાટે ચડાવી દીધી છે. હવે શાહરૂખ સાથે બોબી વેબ સિરીઝમાં કામ કરશે.

(9:51 am IST)