Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

સંધ્યા બિંદણીનો મોડર્ન લૂકઃ હવે વકિલના રોલમાં

ટીવી સિરીયલ 'દિયા ઓૈર બાતી હમ'માં  સંધ્યા બિંદણીનો રોલ નિભાવી જાણીતી બનેલી અભિનેત્રી દિપીકા સિંહ મા બન્યા પછી લાંબા સમયથી ટીવી પરદેથી દૂર છે. તે ફરીથી ફિગર મેળવવા સતત જીમમાં પરસેવો પાડી રહી હતી. હવે તે ફરીવાર ટીવી પરદે કામ કરવા તૈયાર છે. તાજેતરમાં તેણે ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસ્વીરો તેણે પોતાના ઇંસ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. દિપીકાનો મોડર્ન લૂક જોઇને તેના ચાહકોએ તસ્વીરોના ખુબ વખાણ કર્યા હતાં. પ્રિન્ટેડ ડ્રેસ અને શોર્ટસ સાથે દિપીકા હાથમાં બેગ સાથે દેખાઇ રહી છે. તાજેતરમા દિપીકા કૂકીંગ શો કિચન ચેમ્પિયનમાં જોવા મળી હતી. હવે તે ડેઇલી શોપ ઓપેરામાં જોવા મળે તેવી શકયતા છે. જો કે એ પહેલા તે વેબ સિરીઝ કરવાની છે. ટ્રિપલ તલ્લાક પર આધારીત આ શોમાં દિપીકા વકિલ બનીને આવી રહી છે.

 

(9:50 am IST)