Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

સાઉથના સુપરસ્‍ટાર પ્રભાસને ‘સાહો'ના શુટિંગ દરમ્‍યાન ઉપાયોગમાં લેવાયેલ કાર અને બાઇક ઘરે લઇ જવાની ઇચ્‍છા

નવી દિલ્હી : ઘણીવાર કામની જગ્યાએ કેટલીક વસ્તુઓ સાથે એવું જોડાણ થઈ જતું હોય છે કે વ્યક્તિ એને હંમેશા પોતાની નજીક રાખવા ઇચ્છે છે. આવું જ કંઈક થઈ રહ્યું છે બાહુબલી પ્રભાસ સાથે. પ્રભાસ તેની આગામી ફિલ્મ સાહોના શૂટિંગ દરમિયાન વાપરવામાં આવેલી કેટલીક વસ્તુઓના એટલો મોટો ચાહક થઈ ગયો છે તેની નિયત હવે આ વસ્તુઓને પોતાના ઘરે લઈ જવાની થઈ છે.

હકીકતમાં સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ પોતાની આગામી ફિલ્મ સાહોથી દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. બહુ મોટા બજેટમાં બની રહેલી આ ફિલ્મમાં સ્પેશિયલ બાઇક અને કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રભાસને આ કાર અને બાઇક એટલા પસંદ પડી ગયા છે કે તે એેને પોતાના ઘરે લઈ જવા ઇચ્છે છે. પ્રભાસને અંગત જીવનમાં કાર અને બાઇકનો બહુ શોક છે અને એ ઇચ્છે છે કે ફિલ્મમાં વાપરવામાં આવેલી બાઇક અને કાર તેના પર્સનલ કલેક્શનનો હિસ્સો બને.

અભિનેતા પ્રભાસે ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે તેના માટે પ્રભાસે 7 થી 8 કિલો વજન ઘટાડ્યું છે. ફિલ્મમાં વજન ઘટાડવા માટે પ્રભાસ માટે એક વિશેષ ડાઇટ પ્લાન બનાવવામાં આવ્યો હતો, સાથે જ અભિનેતાએ જિમમાં પણ પરસેવો પાડ્યો છે. શ્રદ્ધા કપૂરની સાથે બાહુબલી મેગાસ્ટાર પ્રભાસ પોતાને આગામી એક્શન થ્રિલર ''સાહો'' સાથે દેશભરમાં પોતાના પ્રશંસકોને આશ્વર્યચકિત કરતાં જોવા મળશે. આ ફિલ્મ ભારતની પ્રથમ બહુભાષી ફિલ્મ છે જેને હિંદી, તેલૂગૂ  અને તમિળ આ ત્રણેય ભાષાઓમાં શૂટ કરવામાં આવી છે. સાહોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર ઉપરાંત નીલ નિતિન મુકેશ, જેકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર અને ચંકી પાંડે મનોરંજન પુરૂ પાડશે.

(4:41 pm IST)