Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

કોમેડી, એકશન, ડ્રામા ફિલ્મ 'મર્દ કો દર્દ નહિ હોતા' રિલીઝ

ભાગ્યશ્રીના દિકરા અભિમન્યુ દાસાનીનું બોલીવૂડમાં આગમન

આજથી નિર્માતા રોની સ્ક્રુવાલા અને નિર્દેશક વાસન બાલાની ફિલ્મ 'મર્દ કો દર્દ નહિ હોતા' રિલીઝ થઇ છે.

ફિલ્મમાં સંગીત કરણ કુલકર્ણી, દિપરંજન ગુહાનું છે અને સ્ક્રીનપ્લે લેખન વાસન બાલાનું છે. ૧૩૪ મિનીટની આ ફિલ્મમાં અભીમન્યુ દાસાની, રાધિકા મદાન, ગુલશન દેવૈયા, મહેશ માંજરેકર અને જિમીત ત્રિવેદી તેમજ શ્વેતા બાસુ પ્રસાદ, પ્રિન્સ પરવીન્દરસિંઘ તથા ટીના સિંઘની મુખ્ય ભૂમિકા છે. મૈને પ્યાર કિયા ફેઇમ ભાગ્યશ્રીનો પુત્ર અભિમન્યુ આ ફિલ્મથી બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરી રહ્યો છે.

ફિલ્મની શરૂઆત 'હર માઇન્ડ બ્લોઇંગ કહાની કે પીછે ના કુછ બહુત બુરે ફૈસલે હોતે હૈ'...સૂર્યા (અભિમન્યુ)ના આ ડાયલોગ સાથે ફિલ્મની શરૂઆત થાય છે અને ફિલ્મ ફલેશબેકમાં જાય છે. જ્યાં ખબર પડે છે કે સૂર્યા કોન્જીનિટલ ઇન્સેન્સીવીટી ટુ પેઇન (સીઆઇપી)ની બિમારીથી ગ્રસ્ત છે. આ એવી બિમારી છે જેમાં જે તે વ્યકિતને કોઇપણ ઇજા થાય તો તેનું દર્દ-દુઃખાવો થતો નથી. સૂર્યાના પિતાજી આ કારણે અતિ સંવેદનશીલ છે. દાદાજી (મહેશ માંજરેકર) સૂર્યાને બ્રુસલી અને સુપરહીરોની ફિલ્મો દેખાડ્યા કરે છે. આથી સૂર્યાની અંદર બાળપણથી જ સુપરહીરો બનવાની ઇચ્છા પ્રગટે છે. સૂર્યા પોતાની કમજોરીને કઇ રીતે પોતાની તાકાત બનાવે છે અને કઇ-કઇ મુશિબતોનો સામનો કરે છે? તે ફિલ્મની કહાની છે.

બાળપણમાં જ સૂર્યાની માતાનું મોત ચોરને કારણે થાય છે.એ પછી સૂર્યાના જીવનનો ઉદ્દેશ બની જાય છે કે બુરાઇને ખતમ કરવી. સૂર્યાની મુલાકાત કરાટે મણી (ગુલશન દેવૈયા) સાથે થાય છે અને તેેને તે પોતાના ગુરૂ માની લે છે. મણી તેને એ ચોરો સુધી પહોંચાડે છે જેના કારણે સૂર્યાએ પોતાની માતા ગુમાવી હોય છે. સૂર્યાની યુવાનીની સફરમાં તેની સ્કૂલ ફ્રેન્ડ સુપ્રિ (રાધિકા) પણ તેને સાથ આપે છે. કોમેડી, ડ્રામા અને એકશન સહિતનો ડોઝ દર્શકોને જકડી રાખશે તેવો નિર્માતાઓનો દાવો છે.

 

(10:20 am IST)