Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

વધુ એક સિકવલઃ લખાઇ રહી છે સ્ક્રિપ્ટ

સોળ વર્ષ પહેલા ૨૦૦૩માં શાહિદ કપૂરની ફિલ્મ ઇશ્ક-વિશ્ક આવી હતી. એ ફિલ્મથી શાહરૂખને ચોકલેટી બોયનું નામ મળ્યું હતું. હવે આ ફિલ્મની સિકવલ આવી રહી છે. બીજા ભાગની તૈયારી થઇ ચુકી છે અને સ્ક્રિપ્ટનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. નિર્માતા રમેશ તોૈરાનીએ સ્પષ્ટતા કરી છે કે તે આ ફિલ્મની સિકવલ બનાવી રહ્યા છે. રમેશે કહ્યું હતું કે કહાની કોલેજ રોમાન્સ કે ટિનેજ રોમાન્સને લગતી હોઇ શકે છે. બે-ત્રણ મહિનામાં સ્ક્રિપ્ટનું કામ પુરૂ થયા પછી સ્ટારકાસ્ટની પસંદગી થશે. રમેશે એમ પણ કહ્યું હતું કે શાહિદે રૂષીતા ભટ્ટ સાથે ૧૯૯૯માં આંખો મેં તેરા હી ચહેરા...આલ્બમમાં જોયો હતો. ત્યાર પછી તેને ઇશ્ક વિશ્ક માટે હીરો તરીકે લીધો હતો. આ ફિલ્મ શાહિદની પહેલી જ ફિલ્મ હતી. જેને કેન ઘોષે નિર્દેશીત કરી હતી. અમૃતા રાવ અને શહનાઝ ટ્રૈઝરી મુખ્ય રોલમાં હતી. શાહિદ હાલમાં અર્જુન રેડ્ડીની રિમેકમાં કામ કરી રહ્યો છે.

(10:20 am IST)