Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

અક્ષય કુમાર સાથે ત્રીજી વખત કામ કરશે જૈકલીન

શ્રીલંકન સુંદરી જૈકલીન ફર્નાન્ડીઝે બોલીવૂડમાં ૨૦૦૯માં ફિલ્મ અલાદીન થકી એન્ટ્રી કરી હતી. એ પછી તેણે મર્ડર-૨, હાઉસફુલ-૨, રેસ-૨, કિક, હાઉસફુલ-૩, જુડવા-૨ સહિતની ફિલ્મો કરી છે. તેણે ટીવી શો ઝલક દિખલા જામાં જજ તરીકે પણ કામ કર્યુ છે. જૈકલીનને વધુ એક ફિલ્મ મળી છે. રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં તે અક્ષય કુમાર સાથે કામ કરશે. આ ફિલ્મ આવ વર્ષે ઇદના તહેવાર પર આવશે. ફિલ્મ માટે હિરોઇન કોણ હશે તે અંગે જુદા જુદા નામો સામે આવ્યા હતાં. કેટરીના કૈફનું નામ ચર્ચાયું હતું. પણ હવે જૈકલીન ફર્નાન્ડીઝ ફાઇનલ થઇ છે. અક્ષય કુમાર સાથે તેની આ ત્રીજી ફિલ્મ છે. અગાઉ તે ફિલ્મ હાઉસફુલ અને બ્રધર્સમાં કામ કરી ચુકી છે. સૂર્યવંશી પોલીસ અધિકારીની કહાની છે. આ ફિલ્મમાં અજય દેવગણ અને રણવીરસિંહ પણ ખાસ રોલમાં જોવા મળશે.

(10:19 am IST)