Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ટીવી શોમાં હોસ્ટ બનશે ઝરીન ખાન

અભિનેત્રી ઝરીન ખાન પોતાના બોલ્ડ અભિનય થકી મોટા પરદા પર જાણીતી બની ચુકી છે. હવે તે ટીવી પરદે પણ આવી રહી છે. બોલીવૂડના અનેક મોટા કલાકારો ટીવી પરદે પર જુદા-જુદા શોમાં કામ કરી ચુકયા છે. ઝરીન ખાન પણ હવે આ લિસ્ટમાં સામેલ થઇ છે. તે હવે 'એમટીવી ટ્રોલ પુલિસ' નામનો શો હોસ્ટ કરતો જોવા મળશે. આ શોનો પહેલો હોસ્ટ રણવિજયસિંહ  હતો. તે હાલમાં રોડીઝ એકસટ્રીમમાં વ્યસ્ત છે. ઝરીન આ શોમાં અગાઉ ગેસ્ટ રોલમાં આવી ચુકી છે. હવે તે પોતે આ શોને હોસ્ટ કરતી જોવા મળશે. તેણે કહ્યું હતું કે આ શો ટ્રોલિંગના કન્સેપ્ટને પ્રભાવીત કરશે. મને ખુશી છે કે એમટીવીએ ટ્રોલ પુલિસ સાથે આ લિગને શરૂ કરી છે. હું પોતે પણ ટ્રોલિંગની શિકાર થઇ ચુકી છું. હું ઘટનાઓને સમજુ છું. લોકો કેવી ભાષાનો ઉપયોગ કરે છે તે હું જાણુ છું. ઝરીન આ શોના પહેલા એપિસોડમાં મંદિરા બેદી સાથે પણ જોવા મળશે.

(10:06 am IST)