Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

મને ક્ષમતા સાબિત કરવાની તક મળી છેઃ પૂજા હેગડે

અભિનેત્રી પૂજા હેગડેને ૨૦૧૬માં રિતીક રોશન સાથે ફિલ્મ મોહન-જો-દડો મળી હતી. આ ફિલ્મ બોકસ ઓફિસ પર નિષ્ફળ પુરવા થઇ હતી. હવે પૂજાને હિન્દી અને તેલુગૂમાં રિલીઝ થનારી એક ફિલ્મમાં રોલ મળ્યો છે. મહત્વની બાબત એ છે કે આ ફિલ્મનો હીરો બાહુબલી ફેઇમ સુપરસ્ટાર પ્રભાસ છે. હાલમાં પ્રભાસ સાહો ફિલ્મનું કામ કરી રહ્યો છે. જેમાં તેની સાથે શ્રધ્ધા કપૂર છે. પૂજાએ કહ્યું હતું કે પ્રભાસ સાથે ફિલ્મની ઓફર થાય અને કોઇ ના પાડે તેવું બની જ ન શકે. નિર્દેશક રાધાકૃષ્ણ કુમાર અને નિર્માતા વામસી કૃષ્ણએ મને કહાની સંભળાવી હતી. આ ખુબ જ મનોરંજક છે. મને તો રિતીક સાથે કામ કરવામાં પણ ભય લાગ્યો હતો. હવે પ્રભાસ સામે મને મારી ક્ષમતા સાબિત કરવાની તક મળી છે.

(10:05 am IST)