Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

અબ્દુલની સોડાની દુકાને ગોકુલધામની પુરૂષ મંડળીની ચર્ચાનું રહસ્યને, રહસ્ય જ રહેવા દયો, પડદો ઉઠશે ત્યારે દર્શકો હસી હસીને લોથપોથ થઇ જશેઃ આશીત મોદી

રાજકોટ, તા., રરઃ ખુબ જ લાંબા વર્ષોથી નિર્દોષ હાસ્ય સાથે મીની ભારતના દર્શન અને ભાઇચારાની ભાવના ધર્મના ભેદભાવ વગર દર્શાવતી આશીતભાઇ મોદી નિર્મિત અને નિલા ફિલ્મ પ્રા.લી. દ્વારા નિર્મિત  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરીયલમાં અબ્દુલની સોડાની દુકાને એકઠી થતી ગોકુલધામની મિત્રોની મંડળી દ્વારા હવે જે ચર્ચા નવા એપીસોડમાં દર્શાવવામાં આવનાર છે તે અંગે લોકોમાં (દર્શકો)માં ભારે ઉત્સાહ સાથે ઉત્કંઠા પ્રવર્તી રહી છે.

દર્શકોમાં એક જ ચર્ચા છે અબ્દુલની સોડાની દુકાન પર ગોકુલધામના પુરૂષ મિત્રોની મંડળી દ્વારા એ મહત્વની ચર્ચા શેના પર ફોકસ થશે? એ ચર્ચા રાજકીય હશે કે પછી બીજી અગત્યની એ ચર્ચાનું રહસ્ય અત્યારે જાહેર કરીશુ઼ તો તેનો આનંદ ઉડી જશે તેમ સિરીયલના નિર્માતા અને દરેક એપીસોડમાં જાતે રસ લેતા અને દર્શકોને કઇને કઇ નવુ આપવા માટે સતત લેખકો સાથે સક્રિય રહેતા આશીતભાઇ મોદીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ઼ હતું.

આશીતભાઇ મોદીએ હસતા હસતા એવો ફોડ પાડીયો કે ગોકુલ ધામની પુરૂષ મંડળીની ચર્ચા જેના પર હોય તે પણ એક વાત નક્કી છે કે અમારા દર્શકો હસી હસીને લોથપોથ થઇ જશે તે વાતમાં કોઇ બેમત નથી. પત્રકાર પોપટલાલે પણ આ ચર્ચા દરમિયાન પોતાની જે લાગણી વ્યકત કરી તેની સાથે સૌ સંમત થયા.

દરમિયાન સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ચંપકચાચા જેઠાલાલને જીવન જીવવાની જડીબુટ્ટી વિષે પણ મહત્વની વાત કહે છે.

(11:48 am IST)