Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ એવોડર્સ ૨૦૨૦માં ઋત્વિક રોશન 'શ્રેષ્ઠ અભિનેતા'

સુપર હિટ ફિલ્મ 'સુપર ૩૦'માં ઋત્વિકે ગણિતશાસ્ત્રી આનંદ કુમારની દમદાર ભૂમિકા ભજવી હતી

મુંબઈ : તાજેતરમાં જ દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2020 ની જાહેરાત કરી દેવામાં આવી છે. રીતિક રોશનને 'સુપર 30' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે, ત્યારે વિકાસ બહલની આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 2019 જૂલાઇમાં રિલીઝ થઇ હતી, ફિલ્મમાં રીતિક રોશને 'સુપર 30' ફાઉન્ડર આનંદ કુમારની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને ઓડિયન્સ તરફથી શાનદાર રિસપોન્સ મળ્યો હતો, ફિલ્મમાં રિતિક રોશનની સાથે મૃણાલ ઠાકોર પણ જોવા મળી હતી.

સેરેમનીમાં કિચ્ચા સુદીપને મોસ્ટ પ્રૉમિસિંગ એક્ટરનો અવોર્ડ મળ્યો હતો. બેસ્ટ ટીવી એક્ટ્રેસ તરીકે દિવ્યાંકા ત્રિપાઠીની તથા મોસ્ટ ફેવરિટ ટીવી એક્ટર તરીકે હર્ષદ ચોપરાની પસંદગી કરવામાં આવી હતી.

વિનર્સ લિસ્ટ

બેસ્ટ ફિલ્મઃ સુપર 30
બેસ્ટ એક્ટરઃ રીતિક રોશન
બેસ્ટ પ્રૉમિસિંગ એક્ટરઃ કિચ્ચા સુદીપ
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) : અરમાન મલિક
બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ) : તુલસી કુમાર
બેસ્ટ ટીવી સીરિઝઃ કુમકુમ ભાગ્ય
મોસ્ટ ફેવરિટ જોડી ઈન ટીવી સીરિઝઃ સૃતિ ઝા તથા શબ્બીર આહલુવાલિયા ('કુમકુમ ભાગ્ય'ના અભિ-પ્રજ્ઞા)
મોસ્ટ ફેવરિટ ટીવી એક્ટરઃ હર્ષદ ચોપરા
બેસ્ટ ટીવી એક્ટ્રેસઃ દિવ્યાંકા ત્રિપાઠી
બેસ્ટ એક્ટર ઈન ટીવી સીરિઝઃ ધીરજ ધૂપર
બેસ્ટ રિયાલિટી શોઃ બિગ બોસ 13
મોસ્ટ ફેશનેબલ 'બિગ બોસ 13' સ્પર્ધકઃ માહિરા શર્મા
બેસ્ટ એક્ટ્રેસ ઈન વેબ સીરિઝઃ દિયા મિર્ઝા (કાફિર)
બેસ્ટ એન્કરઃ મનિષ પોલ
બેસ્ટ ડિજિટલ ફિલ્મઃ યોર્સ ટ્રૂલી
ડિકેડ સ્ટાર 2020: અનુપમ ખેર
બેસ્ટ પાપારાઝી ઓફ ધ યરઃ માનવ મંગલાની
   અત્રે ઉલ્લેખનીય છે કે, દાદા ફાળકે એવોર્ડની વાત કરવામાં આવે તો આ સન્માનને ફિલ્મી જગતના પિતામહ કહેવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત 1969 માં થઇ હતી. આ એવોર્ડ માટે 10 લાખ રૂપિયાની રોકડ, એક ગોલ્ડ મેડલ તથા એક શૉલ આપવામાં આવે છે.

(12:45 pm IST)