Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

દેવ પટેલ હવે બનશે નિર્દેશક

મુંબઇ:  ડેની બોય્લની સ્લમડૉગ મિલિયોનેરથી રાતોરાત સ્ટાર બની ગયેલો એનઆરઆઇ અભિનેતા દેવ પટેલ હવે નિર્દેશક બનવા જઇ રહ્યો હોવાની માહિતી મળી હતી.જેને બદલાની કથા (રિવેન્જ થ્રીલર ) ગણાવાઇ છે એવી ફિલ્મ મન્કી મેનથી દેવ ડાયરેક્ટર બની રહ્યો છે. આ ફિલ્મમાં એવી કથા છે કે જેલમાંથી બહાર આવેલો એક યુવાન નૈતિક મૂલ્યોનાં ધોવાણ સામે લડવા કમર કસે છે. ખાસ કરીને કોર્પોરેટ વર્લ્ડમાં જે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે એનાથી એ વ્યથિત છે. વેરાયટી ડૉટ કોમના એક રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં દેવ પોતે પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ આજના ભારતનું બેકગ્રાઉન્ડ ધરાવશે. દેવે જ્હૉન કોલી અને પૉલ એન્ગનવેલા સાથે મળીને સ્ક્રીપ્ટ લખી છે. હાલ અન્ય સ્ટાર કાસ્ટ વિશે દેવે કોઇ જાહેરાત કરી નથી. ફિલ્મ ક્યારે ફ્લોર પર જશે અને ક્યારે રજૂ કરવાની એની યોજના છે એેની વિગતો પણ હજુ જાહેર કરાઇ નથી.

 

 

(5:29 pm IST)