Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

આલિયા સાથે સતત બે ફિલ્મો મળતાં આદિત્ય ખુશખુશાલ

આદિત્ય રોય કપૂર અને આલિયા ભટ્ટ બોલીવૂડના યંગસ્ટર છે. આ બંને કલાકારો પાસે દર્શકોને વધુ આશા હોય છે. આલિયા માટે વર્ષ ૨૦૧૮ ખાસ રહ્યું છે. તેણે જુદી-જુદી ફિલ્મો થકી પોતાની અભિનય ક્ષમતા દેખાડી દીધી છે. તેની પાસે હવે ફિલ્મોની સંખ્યા પણ વધી ગઇ છે. કરણ જોહરની કલંકમાં પણ તે ખાસ રોલમાં છે. તો બીજી તરફ આદિત્ય રોય કપૂર સાથે તેની જોડી 'સડક-૨'માં જોવા મળશે. આદિત્ય આલિયા સાથે કામ કરવાની તક મળતાં અત્યંત ખુશખુશાલ છે. તે કહે છે સતત બીજી વખત કો-સ્ટાર સાથે કામ કરવું વધુ આનંદદાયક હોય છે. આલિયા અને આદિત્ય કલંકમાં પણ સાથે છે. આ ફિલ્મમાં સંજય દત્ત, માધુરી, વરૂણ ધવન અને સોનાક્ષી મુખ્ય રોલમાં છે.

 

(9:41 am IST)