Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

4 વર્ષ પછી પ્રીતિ ઝીંટાના એક્સ બોયફ્રેન્ડ સામે ચાર્ટશીટ દાખલ

મુંબઈ:નેસ વાડિયા વિરૂદ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી, જેમાં તેણે આઈપીએલ મેચ દરમિયાન તેની સાથે છેડતી અને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હવે મામલામાં ૫૦૦થી વધુ પેજની ચાર્જશીટ દાખલ થઈ છે. નેસ વાડિયાએ ૨૦૧૪માં જુલાઈમાં સાક્ષીઓના નામ રજુ કર્યા, જે સમયે ત્યાં સ્ટેડિયમમાં હાજર હતા અને પોલીસે લોકોના નિવેદન નોંધવા આગ્રહ કર્યો હતો. 

 

મે ૨૦૧૬માં પોલીસે વાડિયાનુ પણ નિવેદન નોંધ્યુ હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસે ચાર્જશીટમાં કેટલાક લોકોનુ સ્ટેટમેંટ અટેચ કર્યુ છે. જે સમયે ચાર્જશીટ દાખલ કરવામાં આવી તે સમયે નેસ વાડિયા પણ ત્યાં હાજર હતો. જોકે, તેને ૨૦ હજાર રૃપિયાના ખાનગી બંધન પર મુક્ત કરી દેવામાં આવ્યો. 
મહત્વનુ છે કે, પ્રીતિ ઝિંટા મામલે પુરાવા તરીકે ચાર ફોટો પણ જમા કરાવી ચુકી છે, જેમાં તેના એક હાથ પર ઈજાના નિશાન પણ છે. તેણે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે નેસ વાડિયાએ તેનો હાથ એટલો જોરથી પકડયો કે તેને ઈજા પણ થઈ. પ્રીતિના આરોપો બાદ ભારે ખળભળાટ મચી ગયો હતો.

(3:36 pm IST)