Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ફિલ્મ માટે સનીએ શીખ્યા ઘોડેસવારી અને તલવારબાજી

સની લિયોન ઇન્ટરનેશનલ શો મેન વર્સીસ વાઇલ્ડને કારણે ચર્ચામાં છે. તો બીજી તરફ તે ફિલ્મનું શુટીંગ પણ કરી રહી છે. તે આગામી તમિલ ફિલ્મ 'વીરમાદેવી'માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં સની એક રાજકુમારી યોધ્ધાના રોલમાં જોવા મળશે. આ પાત્રને સારી રીતે ભજવવા સનીએ તલવારબાજી અને ઘોડેસવારી પણ શીખી છે. અનેક એકશન સિન તે કરવાની છે. ઘોડેસવારીનું શિક્ષણ મેળવવા તે ખાસ ચેન્નઇ ગઇ હતી. સનીએ કહ્યું હતું કે મને હમેંશા પડકારજનક રોલ કરવા ગમે છે. આ ફિલ્મમાં મારો રોલ એક મજબૂત અને સ્વતંત્ર મહિલાનો છે. આ ફિલ્મમાં પચાસથી વધુ ઘોડા સાથે એક દ્રશ્યનું શુટીંગ કરવાનું હતું જે મારા માટે પડકારરૂપ હતું.

(9:48 am IST)