Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

નેહાની બહેન આયેશા શર્મા પણ હવે બોલીવૂડમાં

જાણીતી અભિનેત્રી નેહા શર્માની બહેન આયેશા શર્મા પણ બોલીવૂડમાં એન્ટ્રી કરવા તૈયાર છે. નિર્માતા-નિર્દેશક નિખીલ અડવાણી એક ફિલ્મ બનાવી રહ્યા છે. જેનું નિર્દેશન મિલાપ ઝવેરી કરશે. આ થ્રિલર ફિલ્મમાં જોન અબ્રાહમ અને મનોજ વાજપેયીની મુખ્ય ભૂમિકા હશે. ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી. આવતા મહિનાની પાંચમી તારીખથી આ ફિલ્મ ફલોર પર જશે અને ૨૦૧૯માં રિલીઝ થશે. આયેશા શર્મા હાલમાં મોડેલિંગ કરે છે. તેની બહેન નેહા શર્મા અગાઉથી બોલીવૂડમાં કામ કરે છે. હવે આયેશા પણ રૂપેરી પરદે એન્ટ્રી કરશે. અગાઉ આયેશા વરૂણ ધવન સાથે જૂડવા-૨ કરશે તેવી ચર્ચા હતી. પણ વાત આગળ વધી નહોતી. આયેશાએ સાઉથની ફિલ્મો પણ કરી છે. બોલીવૂડમાં તેની આ પ્રથમ ફિલ્મ હશે. તે સોશિયલ મિડીયા પર સતત ચર્ચામાં રહે છે.

 

(9:48 am IST)