Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

બિગ બોસના ઘરમાં રાખી સાવંતે પેન્ટમાં જ કરી લીધી ટોયલેટઃ રૂબિનાએ કરી મદદ

મુંબઇ, તા.૨૨: બિગ બોસનાં ઘરમાં નવાં નવાં ટાસ્ક અંગે દર્શકોને એન્ટરટેઇન કરવામાં આવી રહી છે. હાલમાં બિગ બોસ ૧૪નું લેટેસ્ટ એપિસોડમાં એક નવું ટાસ્ક આપવામાં આવ્યું. જયાં તમામ સ્પર્ધકો બે ટીમ રેડ અને યલોમાં વહેંચાઇ ગયા છે. અને રુબીના દિલેક અને રાહુલ વૈદ્યને લીડર બનાવવામાં આવી છે. ટાસ્ક દરમિયાન અર્શી ખાને એક કોમન ટોયલેટ પર કબ્જો કરી રાખ્યો છે. જે સ્મોકિંગ રૂમની પાસે હતો. અને અંદર જઇ બહાર આવવાની ના પાડી દે છે. રાખી સાવંત કંટ્રોલ ન કરી શકી અને તેણે પેન્ટમાં જ ટોયલેટ કરી દીધી.

જયારે રાખીએ ટીમ લીડર રૂબીનાને બોલાવી અને તેની ડ્રેસ દેખાડી. અને શેર કર્યું કે, તેણે પેન્ટમાં જ પી કરી દીધી છે. તેણે રૂબીનાને કહ્યું કે, તે તેને કોઇની સાથે શેર ન કરે. આ બાદ રૂબીનાએ રાખીની મદદથી એક રણનીતિ ઘડીને તેને તેનાં અંડરગારમેન્ટ્સ બદલવા દ્યરમાં અંદર જવા કહ્યું. ભલે તેને ખબર હતી કે, આ ટ્સક અનુસાર તેનાં કેટલીક યૂનિટ્સ ખર્ચાઇ જશે. રૂબીનાએ રાખીની પર્સનલ હાઇજીન માટે સપોર્ટ કરવાનો નિર્ણય કર્યો.

આપને જણાવી દઇએ કે, ટાસ્કનાં પહેલાં દિવસ દરમિયાન દર્શકોને રાખીએ ખૂબ એન્ટરટેઇન પણ ખરી. કારણ કે તે ભૂખી હતી એટલે તે અજીબ હરકતો પણ કરી રહી હતી. ટાસ્કમાં BB14નું ઘરનો એક મોટો હિસ્સો પીળા રંગની ધારીઓથી બનાવવામાં આવ્યો અને સ્પર્ધકોએ ત્યાં સુધી ઘરમાં પ્રવેશ કરવાની અનુમતિ નથી જયાસુધી Biss Bossએ તેને અનુમતિ આપી નહી રાહુલ અને અલી ગોનીની ટીમનો ભાગ રહેલી નિક્કી તમ્બોલીએ તેનાં મિત્રો રુબીના દિલાઇક ને અભિનવ શુકલાને સ્પોર્ટ કરવાનો અને સાઇડ બદલવાનો નિર્ણય કર્યો. તો બીજી ટીમે જીતવા માટે દ્યરમાં ઘુસી ગઇ હતી. આ રીતે બીજી ટીમને જીત મળી ગઇ.

(3:50 pm IST)
  • શેલ્ટર હોમમાં ૩ મહિલાની લાજ લૂંટવામાં આવી: છત્તીસગઢમાં બિલાસપુરના એક શેલ્ટર હોમમાં ત્રણ મહિલાઓના યોન શોષણ નો મામલો બહાર આવ્યો છે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે access_time 12:15 am IST

  • ગુજરાતમાં પણ ઝડપભેર લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવી રહ્યો છે : ગુજરાત સરકાર નજીકના ભવિષ્યમાં લવ જીહાદ વિરુદ્ધ નવો કાનૂન લાવી રહી છે કોંગ્રેસ પક્ષની આંતરિક ચૂંટણીઓ મે મહિનામાં યોજાય તેવી સંભાવના છે આજે કોંગ્રેસની કારોબારી બેઠક મળી રહી છે access_time 11:44 am IST

  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST