Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

આવતા મહિને બોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે કામ્યા પંજાબી

વર્ષ ૨૦૦૧થી ટીવી પરદે કામ કરી રહેલી અભિનેત્રી કાવ્યા પંજાબી ફરીથી લગ્ન કરી રહી છે. શશશ...કોઇ હૈ, કેહતા હૈ દિલ, કયું હોતા હૈ પ્યાર, પિયા કા ઘર, કમાલ, અસ્તિત્વ એક પ્રેમ કહાની, કયા હાદસા કયા હકિકત, રેત, વોહ રહેનેવાલી મહેલો કી, બનૂ મૈં તેરી દુલ્હન, અંબર ધારા, જીત જાયેંગે હમ, કોમેડી સર્કસ સહિતના  શોમાં કામ કરી ચુકેલી કામ્યા પંજાબી ચાલીસ વર્ષની ઉમરે બીજા લગ્ન કરવા જઇ રહી છે.

તે આગામી દસમી ફેબ્રુઆરીના રોજ દિલ્હીના માર્કેટીંગ પ્રોફેશનલ શલભ દાંગ સાથે લગ્ન કરશે. બંને લાંબા સમયથી રિલેશનમાં હતાં. કામ્યા-શલભના લગ્નનું કાર્ડ પણ તૈયાર થઇ ગયું છે, જે કામ્યાએ સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યુ છે. શલભ અને કામ્યા બંનેના આ બીજા લગ્ન છે. કામ્યાના પહેલા લગ્ન બિઝનેસમેન બન્ટી નેગી સાથે થયા હતાં. કેટલાક વર્ષમાં બંને અલગ પડી ગયા હતાં. પહેલા પતિથી કામ્યાને એક દિકરી છે, જ્યારે શલભને આગલી પત્નિ થકી એક દિકરો છે. હાલમાં કાવ્યા શકિત-અસ્તિત્વ કે અહેસાસ કી શોમાં પ્રિતોનો રોલ નિભાવી રહી છે.

 

(10:15 am IST)