Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

બોલ્ડનેસનું બીજુ નામ અન્વેષી જૈન

અભિનેત્રી અન્વેષી જૈન પોતાની ખુબ જ બોલ્ડ અદાને કારણે સતત ચર્ચામાં રહે છે. તે સોશિયલ મિડીયા પર સક્રિય રહેતી અભિનેત્રી છે અને અવાર-નવાર પોતાની તસ્વીરો થકી ચાહકોમાં ચર્ચા જગાવતી રહે છે. એકતા કપૂરના અલ્ટ બાલાજી પ્લેટફોર્મ પરની વેબ સીરિઝ ગંદી બાત-૨માં અન્વેષી જૈનએ અત્યંત બોલ્ડ દ્રશ્યો આપ્યા હતાં. સીરિઝમાં જ નહિ સોશિયલ મિડીયા પર પણ તે બોલ્ડનેસને કારણે જાણીતી છે. તે ૨૦૧૯માં ગૂગલ પર સોૈથી વધુ સર્ચ થનારી અભિનેત્રીઓના લિસ્ટમાં પણ સામેલ છે. અન્વેષીના ઇંસ્ટાગ્રામ પર પંદર લાખથી વધુ ફોલોઅર્સ છે. મધ્યપ્રદેશના બુંદેલખંડ ખજુરાહોની વતની અન્વેષીએ ભોપાલની રાજીવ ગાંધી પ્રોદ્યોગિક વિશ્વ વિદ્યાલયમાં એન્જિનીયરીંગનો અભ્યાસ કરી ચુકી છે.  ૧૯૯૧માં ૨૫મી જુને જન્મેલી અન્વેષીએ એક હજારથી વધુ શો હોસ્ટ પણ કર્યા છે. તે એક મોટિવેશનલ સ્પીકર તરીકે પણ જાણીતી છે. ગંદીબાત-૨ થકી તે વધુ જાણીતી બની હતી. વધુ એક સીરિઝ બોસ-બાપ ઓફ સ્પેશિયલ સર્વિસમાં પણ કામ કર્યુ છે.

(10:14 am IST)
  • મુંબઈ નજીક પાલઘરમાં સતત ભૂકંપના આંચકા : આજે 1-30 વાગ્યે ફરી એકવાર 2,5નો ભૂકંપ આવ્યો : પાલઘરમાં 10 કી,મી,ની ઊંડાઇએ કેન્દ્રબિંદુ access_time 11:21 pm IST

  • કોંગ્રેસ ધુરંધરોના નામ જાહેર : દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે પ્રચાર માટે સોનિયા ગાંધી, મનમોહનસિંહ, કેપ્ટન અમરીન્દરસિંઘ, શશી થરૂર, નવજોતસિંહ સિદ્ધુ, શત્રુઘ્નસિંહા સહિતના નામોનું લીસ્ટ જાહેર કર્યુ છે access_time 1:00 pm IST

  • કચ્છ : લાકડિયા પોલીસે ઝડપ્યો ૮.૪૦ લાખનો દારૂ : રકમાંથી ૨૪૦૦ બોટલ વિદેશી શરાબ ઝડપાયો:રણ આરોપીઓની ધરપકડ:૨૪.૪૬ લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે access_time 9:41 pm IST