Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

જો તને તક મળે તો ક્યા અેકટર સાથે Gayનું પાત્ર ભજવવા માંગીશઃ કરણ જોહર રાજકુમાર રાવને પ્રશ્ન પૂછતા ફસાયો

મુંબઇઃ કોફી વિથ કરણની સીઝન ૬માં કરણ જૌહર વાતચીત દરમિયાન રાજકુમાર રાવને પૂછે છે કે, જો તને તક મળે તો કયા એક્ટર સાથે ગેનું પાત્ર ભજવવા માંગીશ? આ સવાલના જવાબમાં રાવે કહ્યું કે, બોમ્બે વેલવેટ બાદ તમે કોઈ ફિલ્મ નથી કરી રહ્યા ને? તો તરત કરણ બોલ્યો કે, હુ સફળ એક્ટરની વાત કરી રહ્યો છું.

આ પ્રોમોમાં કરણના સવાલોનો રાવ હાજરજવાબી થઈને જવાબ આપી રહ્યો છે. કહેવામાં આવી શકાય છે કે, ફિલ્મી દુનિયાની આ બંને હસ્તીઓની વચ્ચે ઉમદા કેમેસ્ટ્રી છે.

આ વીડિયોમાં કોઈ વાતને લઈને કરણ જૌહર રાજકુમાર રાવને પોતાના કપડા અને એસેસરીઝની કિંમત ગણાવતા નજર આવ્યા હતા. પોતાના શૂઝને બતાવતા કરણ કહે છે કે, આ તારી સ્કૂલની ફી બરાબર છે. પોતાનું જેકેટ બતાવીને તે રાજકુમાર રાવને કહે છે કે, આ જેકેટ તમે ઈએમઆઈ એટલે કે હપ્તા પર ખરીદી શકશે. આ સાંભળીને હાજરજવાબી રાવે હાથનો પંજો બતાવીને કહ્યું કે, શું તમે જાણો છો કે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ બરાબર છે. આ સાંભળીને બાજુમાં બેસેલી ભૂમિ પેંડનેકર પોતાને હસતુ રોકી ન શકી.

 

(5:21 pm IST)