Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

વિશાલ ભારદ્વાજનો પુત્ર આસમાન પણ હવે ફિલ્મકાર બનશે

મુંબઈ:હીરોનો પુત્ર હીરો બને તો ફિલ્મ સર્જકનો પુત્ર ફિલ્મ સર્જક કેમ ન બને ? મોખરાના ફિલ્મ સર્જક સંગીતકાર વિશાલ ભારદ્વાજનો પુત્ર આસમાન પણ પિતાના માર્ગે ચાલીને હવે ફિલ્મ સર્જક બની રહ્યો છે.અગાઉ વિશાલે શાહિદ કપૂરને હીરો તરીકે લઇને કમીને ફિલ્મ બનાવી ત્યારે વિશાલના પુત્ર આસમાને પિતાના સહાયક તરીકે કામગીરી બજાવી હતી. એ અનુભવ હવે એને ફિલ્મ સર્જક તરીકે કામ લાગશે.વિશાલની પત્ની અને આસમાનની માતા રેખા ભારદ્વાજે કહ્યું કે હાલ આસમાન ન્યૂયોર્કમાં ફિલ્મ સર્જનની કલાના વિષયમાં અભ્યાસ કરી રહ્યો છે. આ અભ્યાસ પૂર્ણ થતાં અમે મે માસમાં એને ફિલ્મ સર્જક તરીકે લોંચ કરવાના છીએ.વિશાલે પત્નીની વાતમાં ઉમેરો કરતાં કહ્યું કે આજના દરેક ટીનેજરની જેમ આસમાનને પણ થ્રીલર ફિલ્મો બનાવવાનો ચસકો લાગેલો છે. એટલે એની પહેલી ફિલ્મ થ્રીલર હોય તો અમને નવાઇ નહીં લાગે. એનામાં પ્રતિભા તો છે એ મેં મારા અનુભવે જોયું છે. મારો પુત્ર છે માટે નથી કહેતો, મારી સાથે એ કામ કરતો હતો ત્યારે એનામાં રહેલી પ્રતિભાનો અનુભવ મેં જાતે કર્યો છે.

(4:38 pm IST)
  • જેતપુરમાં એક્ટિવા સવાર કોલેજની વિદ્યાર્થિનીનું ટ્રક અડેફેટે કરૂણમોત : જુનાગઢ રોડ પર એક્ટિવા લઇને જતી વિદ્યાર્થીનીને ટ્રકે અડફેટે લેતાઘટના સ્થળે જ મોત : બંશી નામની વિદ્યાર્થીનીના જન્મ દિવસે જ મોત થતા જન્મદિવસની ઉજવણી માતમમાં બદલાઈ access_time 1:01 am IST

  • સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનારી મહિલા માટે ઘરના દરવાજા બંધ :કેરળના સબરીમાલામાં મંદિરમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચનાર મહિલા કનકદુર્ગાને તેના પતિએ ઘરમાંથી બહાર કાઢી મૂકી : કનકદુર્ગાએ 50 વર્ષથી ઓછી ઉંમરની એક અન્ય મહિલા સાથે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો access_time 1:16 am IST

  • ભુવનેશ્વરમાં ભાજપની મહિલા કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ :ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ભાજપની મહિલા મોરચાની કાર્યકર્તા અને પોલીસ વચ્ચે મારામારી :એક વાયરલ વીડિયોમાં બંને પક્ષો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી :પિપિલી ગેંગરેપ અને હત્યા કેસ મામલે વિરોધ પ્રદર્શન વેળાએ ઘર્ષણ access_time 12:53 am IST