Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

પગ ધુંધરૂ બાંધ મીરા નાચી... બોલીવૂડ નગરીમાં ભપ્પીદાએ ૫૦વર્ષ પૂર્ણ કર્યા

ભપ્પીએ દિલિપકુમાર અને અમિતાભ બચ્ચનથી માંડીને રણવીર સિંઘ સુધીના ટોચના કલાકાર માટે સંગીત પીરસ્યું: સંગીતથી મને ઉર્જા મળે છે, જીવીશ ત્યાં સુધી સંગીત પીરસતો રહીશ

મુંબઈઃ સંગીતકાર ભપ્પી લહેરીએ બોલિવૂડમાં પચાસ વર્ષ પૂરાં કર્યાં છે  ભપ્પીએ પહેલી ફિલ્મ પોતાની માતૃભાષા બંગાળીમાં દાદુ નામે ૧૯૬૯માં કરી હતી. બોલિવૂડમાં આવ્યા બાદ તેમણે ડિસ્કો કલ્ચર લોકપ્રિય કર્યું હતું   જો કે એ જરૂર પડયે ભારતીય સંગીતનો પણ સરસ રીતે ઉપરોગ કરતા રહ્યા હતા. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને સ્મિતા પાટિલને ચમકાવતી ફિલ્મ નમકહલાલના પગ ઘુંઘરૂ બાંધ મીરાં નાચી રે.. છે. આ અને આવાં બીજાં ગીતોે પરથી જોઇ શકાય કે ભપ્પી ભારતીય સંગીતના પણ અભ્યાસી રહ્યા છે.

૬૬ વર્ષની વયના ભપ્પીએ એક મુલાકાતમાં કહ્યું કે પચાસ વર્ષ આંખના પલકારામાં વહી ગયા હોય એવું લાગે છે. હું થાકયો નથી, હું કામ કરતો રહીશ કારણ કે આ એક જ કામ એવું છે જેમાં મને સખત આનંદ આવે છે. સંગીત સર્જનમાં હું મારી જાતને અને સ્થળકાળને ભૂલી જાઉં છું. એટલે જીવું ત્યાં સુધી કામ કરતાં રહેવાની મારી તૈયારી છે.

ભપ્પીએ અભિનય સમ્રાટ દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચનથી માંડીને રણવીર સિંદ્ય સુધીના લગભગ દરેક ટોચના કલાકાર માટે સંગીત પીરસ્યું છે.(૩૦.૨)

(11:23 am IST)
  • cctv વિડીયો ફૂટેજ : સલામ છે આ ટ્રક દ્રાઈવરની ગૌ ભક્તિને : જૂનાગઢ - મેંદરડા હાઇવે પર ખોડીયારના પાટિયા પાસે એક ગાય રોડ પર જતી હતી અને સામેથી પુરપાટ આવતા એક ટ્રકે એવું કંઈક કર્યું જે ત્યાં લાગેલા એક cctvમાં કેદ થઈ ગયું : આ cctv ફૂટેજ કોઈ બોલિવુડ ફિલ્મના સીનથી ઓછો ઉતરે તેમ નથી : રસ્તે ચાલતી ગાયને બચાવવા, પોતાના જીવના જોખમે, ટ્રક દ્રાઈવરે એટલી જોશથી બ્રેક મારી હતી કે ટ્રક આખો 360 ડિગ્રીએ ફરી ગયો હતો : (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 2:02 pm IST

  • બનાસકાંઠામાં ટ્રેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના કરૂણમોત : કુચવાડા પાસે ટ્રેલર રિક્ષા પર ફરી વળતાં રિક્ષામાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત:રિક્ષામાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વિઠોદર આગ માતાના દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો access_time 1:19 am IST

  • લોકસભાની ચૂંટણી માટે ભાજપે તમામ વિમાન અને હેલીકૉપટર બુક કરાવી લીધા :કોંગ્રેસને કરવો પડે છે સંઘર્ષ :કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે ભાજપે ચૂંટણી માટે તમામ વિમાનો અને હેલીકૉપટરનું બુકીંગ કરાવી લેતા કોંગ્રેસ વિમાન અને હેલીકૉપટર મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે access_time 1:18 am IST